પંચમહાલ જિલ્લામાં વધુ ૫૦ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૫૦ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં શહેરા તાલુકાનું વ્યાસડા ગામ, ગોકળપુરા ગામની રામપુરા વાડી વિસ્તાર, સુરેલી ગામ, બોરિયા ગામનું ગરાડ઼િયા ફળિયું, સલામપુરા ગામનું જમાદાર ફળિયું, જૂના રેણા ગામનું પટેલ ફળિયું, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સોનીવાડ (નાડા રોડ), હાલોલ નગરપાલિકાનો સતી તલાવડી વિસ્તાર, એશિયાડ નગર-૦૫, શાંતિ નિકેતન, થડિયા ફળિયા, ખોડિયારનગર-૦૩, શિવાશીષ પાર્ક-૦૪, જયનારાયણ રેસીડેન્સી, વૃંદાવન-બી (૨), એશિયાડ નગર-૦૪, વરિયા કોલોની-૫, શ્રીજી કૃપા સોસાયટી-૦૨, જયશ્રી વોચમેન કોલોની (કણજરી રોડ), આમ્રપાલી-૦૪ (સી), ગીતાનગર-૦૨, ધવલપાર્ક-૦૬ અને ૦૭, શિવાશીષપાર્ક-૦૩, ગાયત્રીનગર-૦૩ (કણજરી રોડ), આમ્રપાલી-૬એ, આમ્રપાલી-૩બી, આમ્રપાલી-૧બી, ગાયત્રીનગર-૦૪ (કણજરી રોડ), અક્ષરગ્રીન-૦૧ (કણજરી રોડ), ક્લાસિક ડુપ્લેક્સ (કણજરી વિસ્તાર), હાલોલ તાલુકાનું કણજરી ગામમાં સમાવિષ્ટ સ્વામીનારાયણમંદિર ફળિયા-૦૨, ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામમાં સમાવિષ્ટ પોસ્ટ ફળિયા, મોરવા (હ) તાલુકાના સંતરોડ ગામમાં સમાવિષ્ટ વિદ્યાનગર સોસાયટી, ગોધરા નગરપાલિકાનો નવરંગ સોસાયટી-૦૫, મુક્તાનંદ સોસાયટી-૦૩, તાઈવાડા, વૃંદાવન સોસાયટી, નવા બહારપુરા, જૈન દેરાસર, રાયણવાડી સોસાયટી, શ્રીજી નગર, નવરંગ સોસાયટી-૦૪, ગાયત્રીનગર સોસાયટી, કૃષ્ણનગર (બામરોલી રોડ), પાવર હાઉસ-૦૩, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ હનુમાન મંદિર પાસે આવેલ કુંભારવાડા, કાલોલ તાલુકાના બોરૂ ગામનું કસ્બા ફળિયા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here