નર્મદા જીલ્લામા કોરોના મહામારીમા આજરોજ રાજપીપળા પાસેના રસેલા ના68 વર્ષિય વૃધ્ધનુ મોત

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સત્તાવાર રીતે નર્મદા જીલ્લામા બેજ મોત નિપજયા હોવાની આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત

જીલ્લા માથી 9 પોઝિટિવ કેસો મળી આવ્યા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 960

નર્મદા જિલ્લામા આજરોજ રાજપીપળા ખાતે ના કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક વૃધ્ધનુ કોરોના પોઝિટિવ હોવાને લીધે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, મોતને સમર્થન આપતી બ્રીફ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવી હોય કોરોના ની મહામારીના 6 મહિનામાં જીલ્લામા મોતનો આ માત્ર બીજો જ કેસ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ છે.

રાજપીપળા પાસેના રસેલા ગામના મંગલસિહ હઠેસિહ જાદવ ઉ.વર્ષ. 68 કોવિડ 19 હોસ્પિટલમાં રાજપીપળા ખાતે સારવાર માટે28 મી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા , આ દર્દી અન્ય બિમારીઓથી પણ પિડીત હોય તેમજ કોરોના મા પણ સપડાતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા સતતાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે.

આ સાથે નર્મદા જિલ્લામા મોતનો આંકડો બે ( 2 ) ઉપર પહોંચ્યો છે, જે કદાચ રાજય સહિત સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવના દર્દી ઑની મોતના મામલે સહુથી નીચો હોય તો નવાઈ નહીં !!
કારણ કે નર્મદા જિલ્લા આજસુધી 960 પોઝિટિવ કેસો નોધાયા છે જે પૈકી માત્ર બે નાજ મોત નિપજ્યા છે.

આજરોજ નર્મદા જિલ્લા 9 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હોવાનું જાણવા મળ્યું છે .જેમાં રાજપીપળા ના આશાપુરી મંદિર પાસે એક , રહેલા, લાછરસ , ગરુડૈશવર ખાતે એક એક પોઝિટિવ કેસ તેમજ રામપરા ખાતે બે અને કેવડીયા કોલોની ખાતે ત્રણ પોઝિટિવ કેસો નોધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here