શહેરામા કોરોનાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ …

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા મા  કોરોના ની  મહામારી ઘટવાની જગ્યાએ   પોઝીટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે.નગર અને તાલુકામાં શનિવારના રોજ 19 જેટલા કોરોના પોઝિટિવ કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતા..

શહેરા નગર અને તાલુકામાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના નો કહેર વધતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને કોરોના ટેસ્ટિંગ કરવા સાથે આરોગ્ય તપાસણી  કરવામાં આવી રહી છે. નગર વિસ્તારમાં  3 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 જેટલા કોરોના પોઝિટિવ કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. તાલુકા પંથકમાં એક અઠવાડીયામાં 50 થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા હોય ત્યારે હજુ પણ કોરોના નો કહેર ઘટ્યો નથી. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થઈ રહયુ નહી હોવા છતાં સ્થાનિક તંત્ર ને નિયમોનુ પાલન કરવામાં કોઈ રસ રહયો નથી. હાલ તો કોરોના કહેર વચ્ચે જાગૃત પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આરોગ્ય વિભાગના તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ ગઢવી દ્વારા પ્રજાજનોને કોરોના વેક્સિન મુકવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here