વાંકાનેરમાં જુગાર રમતા છ જુગારી ૭૫,૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

વાંકાનેર સિટી પોલીસની હદમાં આવેલા ખડીપરામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે જુગારની રેડ કરી હતી ત્યારે પોલીસે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ૭૫,૧૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

બનાવની મળી રહેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે જડેશ્વર રોડ પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપની પાછળ ખડીપરામાં ઈટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતાં મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી (૨૬), ગોપાલભાઈ લધુભાઈ મદ્રેસાણીયા (૨૨), બટુકભાઈ ઠાકરશીભાઈ ઉભડીયા (૩૬), વશરામભાઈ પ્રેમજીભાઈ વરાણીયા (૨૩) મુકેશભાઈ હસમુખભાઈ વીકાણી (૩૦) અને શૈલેષભાઈ દેવશીભાઈ વીકાણી જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૧,૧૦૦ રૂપિયા રોકડા તથા ૪ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૩૪ હજાર એમ કુલ મળી ૭૫૧૦૦ના મુદ્દામાલ સાથે જુગારીઓઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here