નસવાડી નગરમા એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

આ વર્ષે ચોમાસાના આગમન પછી પણ જરૂર મુજબનો વરસાદ વરસાવ્યો ન હોવાના કારણે રાજ્ય સહિત છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા, પરંતુ મેઘાની મહેર થતા ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદ વધુ થવાના કારણે ખેડૂતોનું માનવું છે કે ખેતીમાં નુકસાન વેઠવું પડશે પરંતુ કુદરત આગળ કોઈ પણ શું કરી શકે..!! કુદરત કરે એ બરાબર જ કરે છે ખેતીમાં નુકશાન થવું કે નફો એ તો કુદરત જ નક્કી કરશે, નસવાડીમાં સતત વરસાદના કારણે લોકોના ધંધા રોજગાર મા પણ નુકશાન જોવા મળે છે.
જ્યારે વરસાદ વર્ષે છે ત્યારે ગામડાઓના માણસો ગામડેથી નસવાડીમાં ખરીદી કરવા માટે આવી શકતા નથી અને વેપાર ધંધા પર એની અસર જોવા મળે છે વેપારીઓનું પણ એવું માનવું છે કે વરસાદના કારણે બહાર ગામના માણસો નસવાડીમાં આવતા નથી એના કારણે રોજગારીમા ઘણો તફાવત જોવા મળે છે પણ વરસાદ વરસાવવો કે નહીં એતો કુદરત નક્કી કરે છે કુદરત ને ગમે એજ ખરૂ… વરસાદી વાતાવરણમાં લોકો શાંતિથી ઘેર બેસી વરસાદનો આનંદ લે છે કુદરતની આગળ કોઈનું કઈ ચાલે નહીં અને કુદરત કરે એ સારા માટે કરે છે એટલે ખેડૂતો અને વેપારીઓએ કુદરત પર વિશ્વાસ રાખી ઈશ્વર/અલ્લાહ ખેતી અને વેપાર બરાબર કરાવે એવી પ્રાર્થના કરવી જોઈએ..
લોકડાઉન બાદ ધંધા રોજગાર પર ઘણી અસર પડી છે અને મોંઘવારીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ જે પરિસ્થિતિ છે એને આપણે સ્વીકારવી પડશે અને વરસાદને દોષ આપવા કરતા કુદરત પર ભરોસો રાખી જીવન જીવવાનું શીખી લેવું જોઈએ આગળની પરિસ્થિતિ શું થશે એતો વિધિનો વિધાન લખનાર વિધાતાજ નક્કી કરશે… પરંતુ હાલ ચોમાસાની ઋતુ છે જેથી વરસાદ તો એનુ કામ કરસે જ એમાં કોઈનો વાંક કઈ રીતે કાઢી શકાય,..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here