ડભોઇ : ગાંધી જયંતી નિમિત્તે ટાવર ચોક ખાતે નગરપાલિકા પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધીના નામથી પણ ઓળખાય છે તેમનો જન્મદિવસ દર વર્ષ ની 2જી ઓક્ટોબર ના દિવસે ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ 2 જી ઓક્ટોબરના દિવસે નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણીએ તેમજ પાલિકાના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા નગર પાલિકા ખાતે ગાંધી જીની તસ્વીર પર ફૂલહાર કરી મોતીબાગ પાસે આવેલ બાપુના બાવલા ને પણ પુષ્પ ગુચ્છ કરાયા હતા. ત્યાર બાદ ડભોઇ નગર ટાવર ચોક ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર, પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવવિભોર શ્રદ્ધાંજલિ આપી હતી.સાથે ચીમન ભાઈ પટેલ વિદ્યા સંકુલ ના બાળકો દ્વારા ગાંધીજી નું રૂપ ધારણ કરી જુદાજુદા નાટકો ભજવ્યા હતા.જેમાં ચીમન ભાઈ વિદ્યા સંકુલના આચાર્ય અને શિક્ષક ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નગરના પાલિકાના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતે પણ ગાંધીજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here