નસવાડી : જબૂગામ ખાતે વાટા રોડની બાજુમાં ગટરોનું ગંદુ પાણી ભરાતા પ્રજા ત્રાહિમામ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

આખા કસ્બા વિસ્તાર નું ગંદુ પાણી ગોદુ માં સંગ્રહ થતા મચ્છરો નો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ

બોડેલી તાલુકાના જબૂગામ ખાતે ગોદુમાં માં ગંદુ પાણી ચોવીસે કલાક ભરાય રહેતા મચ્છરો તોડી નાખતા ગરીબ પ્રજા ત્રાહિમામ થઈ ચૂકી છે આજે બીમારીઓ દૂર થતી નથી અને જબૂગામ ખાતે આ ગંદા પાણી ની સમસ્યા વધતી જતી જોવા મળી છે આ બાબતે ગ્રામ પંચાયત ધ્યાન આપે એવી પ્રજાની માંગ ઉઠી છે ગોદુ સામે રહેતા રહીશો એ ગ્રામ પંચાયત માં વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પંચાયત ઘોર નિદ્રા માં છે તો પ્રજાનો પ્રશ્ન એ છે કે જબૂગામ પંચાયત ક્યારે જાગશે અને ક્યારે આ ગંદા પાણીનું નિરાકરણ આવશે આજથી વર્ષો પહેલા ચોખ્ખુ રહેતું ગોદુ જ્યાં પહેલા નાના ભૂલકાઓ રમતા હતા અને એક રમત નું મેદાન હતું એવું કહેવાય પરંતુ થોડા સમય થી આ ગટરોનું ગંદુ પાણી માથાનો દુખાવો બની ગઈ છે અને ગ્રામ પંચાયત ની નવી બોડી થોડા સમય પહેલાજ બનેલી છે અને મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ આજે ચુટણી જીત્યા પછી ગ્રામ પંચાયત ના સભ્યો અને સરપંચે આજ દિન સુધી ગોદુમાં જે ગંદુ પાણી સંગ્રહ થાય છે તેનું કોઈ નિરાકરણ આવેલ નથી હજુ કોરોના મ્યુકોર માઇકોસીસ જેવી બીમારી ગઈ નથી અને આ મચ્છરો નો ઉપદ્રવ મોટી સંખ્યામાં વધતા લોકો ને બીમાર થવાની બીકમાં જીવતા જોવા મળ્યા છે આ મચ્છરો થી લોકો ને મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારી થઈ શકેછે તો કોઈ વ્યક્તિ બીમાર થાય તો જવાબદાર કોણ એવી ચર્ચાઓ જબૂગામ ખાતે ચાલી રહી છે તો નવા નિમાયેલા સરપંચ અને સભ્યો આ ગંદા પાણી નું નિકાલ કોઈ બીજી જગ્યાએ કરે અને આ ગંદા પાણી થી થતા મચ્છરો અટકે અને આવી બીમારીઓ ન થાય તે માટે નિકાલ કરવા ગોદુ ના સામે જે રહીશો છે તેમની માંગ ઉઠી છે અને સરપંચ અને સભ્યો આ ગંદા પાણી નો નિકાલ વહેલી તકે કરે તેવી જબૂગામના રહીશોની માંગ ઉઠી છે અને આ ગંદુ પાણી સંગ્રહ થતા ત્યાંથી દુર્ગંધ મારતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠી છે આ ગોદુ રોડ ની નજીક આવેલું છે અને રાહદારીઓ ને પણ આ ગંધાતા પાણી નો સામનો કરવો પડે છે આ દુર્ગંધથી અને ગંદા પાણી થી થતા મચ્છરો થી ક્યારે છુટકારો મળશે તે સળગતો પ્રશ્ન ઉદ્દભવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here