ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યના સહયોગથી આજે ધોરાજી ખાતે નિ. શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આ કેમ્પ ની અંદર સુરત ના નામાંકીત ડૉ. કેતન ખેની સાહેબ સેવા આપી રહ્યા છે આ કેમ્પમા ખર્ચ થાય છે તે ધારાસભ્ય શ્રી એ ભુતકાળમાં વચન આપ્યું હતું વચન ના પાલન સરુપે જે કેમ્પ નુ ખર્ચ છે. તે ધારાસભ્ય ભોગવે છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે આ કેમ્પ ની અંદર ધોરાજી વિસ્તાર ના જે દર્દીઓ છે. જેમને ગોઠણ દુ:ખાવા અને સાંધાના દુઃખાવા ની સારવાર માટે આજરોજ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને આ કેમ્પ ની અંદર અસંખ્ય દર્દીઓ લાભ લીધો હતો અને ભવિષ્યમાં પણ આવા કેમ્પો કરવામાં આવશે અમો ને જાણ કરેલ છે અને જાહેરાત પણ કરેલ છે.અને ધારાસભ્ય જ્યારથી ચુટાયા ત્યારથી આશરે બે માસ બાદ પછી થી સરૂ કરવામાં આવ્યા છે. અને અવારનવાર કેમ્પો કરવામાં આવ્યા છે. પરંતુ વચ્ચે ના સમય ની અંદર કોરોના ની મહામારી ના લીધે આશરે દોઢ વર્ષ કેમ્પ બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ મહામારી હળવી પડી છે. ત્યારે ફરી કેમ્પો નું આયોજન શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here