નસવાડી એકલવ્ય એકેડમીના દિનેશભાઈ નવી દિલ્હી ખાતે નેશનલ રેન્કીંગ કોમ્પિટિશનની મીટીંગના આયોજનમા પહોંચ્યા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીના ગૌરવ સમાન એવા દિનેશભાઈ ભીલ નસવાડી ખાતે એકલવ્ય એકેડમી મા તીરંદાજી ની ગેમ ની સંપુર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે અને એ પોતે રમત ગમત અધિકારી પણ છે અને નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે જેમા તીરંદાજી ગેમ પ્રત્યે એમનો સિંહ ફળો છે અને તીરંદાજી મા રસ ધરાવતા ખેલાડીઓને તીરંદાજીની રમત રસ લઈ શીખવાડે છે જેમા નસવાડી એકલવ્ય એકેડમી માંથી કેટલાક વિદ્યાર્થીઓએ નેશનલ તીરંદાજી ની રમત રમી ચુક્યા છે જે આદિવાસી વિસ્તાર માટે ઘણા ગૌરવ ની વાત છે અને આરચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્રારા આયોજન નવી દિલ્હી યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મા નેશનલ રેન્કીંગ કોમ્પિટિશન નુ આયોજન થયુ હતુ આ સ્પર્ધાના ભવ્ય સંમેલનમા કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા તથા ફિલ્મ અભિનેતા અને સાંસદ મનોજ તિવારી તથા દિલ્હી સાંસદ રમેશ બિધુરી તથા દિલ્હી ના ભાજપા પ્રદેશ પ્રમુખ વિરેદંર સચદેવા ઉપસ્થિત રહયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે અર્જુન મુંડાની અધ્યક્ષતામા આરચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા ની એકજીક્યુટીવ મેમ્બરની બોર્ડ મીટીંગ મા તમામ બોર્ડ મેમ્બર હાજર રહયા હતા અને મીટીંગ નું સમાપન થયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here