મલાવ પોસ્ટ ઓફીસનાં બ્રાંચ પોસ્ટ માસ્તર દ્વારા રૂ ૬૬,૪૦૦/ ની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મલાવ ખાતે ની પોસ્ટ ઓફીસ મા પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા કેતુલ રાવજીભાઈ પટેલ રે જોરાપુરા તા. બાલાસિનોર જી મહીસાગર દ્વારા પોતાની ફરજ દરમ્યાન તા ૦૬/૦૫/૨૦૧૯ થી તા ૨૭/૦૧/૨૦૨૨ નાં સમયગાળા દરમિયાન ખાતેદારો નાં ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લઇ પોસ્ટ ઓફીસ નાં કોમ્પુટર માં જરૂરી નોધ કર્યાં વગર ઉચાપત કરતા ચકચાર મચી જવા પામી છે કાલોલ પોલીસ મથકે પોસ્ટ વિભાગના ગોધરા સબ ડિવિઝન ખાતે ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઑફિસિસ તરીકે ફરજ બજાવતા હિમેશ સાગર મહેતા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ દેલોલ સબ પોસ્ટ ઓફીસ ની નીચે આવેલ મલાવ પોસ્ટ ઓફીસ નું ઇન્સ્પેકશન કરી તેનો અહેવાલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ પંચમહાલ ને મોકલવાનો હોય છે મલાવ પોસ્ટ ઓફીસ મા તા ૧૪/૦૭/૧૫ થી ૨૭/૦૧/૨૨ સુઘી બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા કેતુલ રાવજીભાઈ પટેલ નાં સમયગાળા દરમિયાન પાસબુક અને એન્ટ્રી ની ચકાસણી કરવામાં આવતા જુદી જુદી તારીખો માં પાસબુકમાં જમાં થયેલ રકમ પોસ્ટ ઓફીસ નાં ફિનેકલ સોફ્ટવેર માં જોવા મળી નહોતી ખાતેદાર ઉષાબેન પટેલ નાં રૂ ૭,૫૦૦/ જમા લઈ સોફ્ટવેર માં એન્ટ્રી નહિ કરી અંગત ઉપયોગમાં લીધાઆ ઉપરાંત સુમિત્રાબેન પટેલ અને નિપુણા બેન પટેલ નાં ખાતા મા કુલ મળી ૧૦,૦૦૦/ અને ૧૧,૫૦૦/ એમ કુલ ૨૬,૫૦૦/ ની જમા,ઉધાર એન્ટ્રી જૉવા મળી નહોતી જયારે પાસબુકમાં ગોળ રાઉન્ડ સીલ સાથે એન્ટ્રી જૉવા મળી હતી મરણ પામેલ ખાતેદાર જીતેન્દ્ર રમણભાઈ ની બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ ની રકમ રૂ ૩૨,૪૦૦/ નો ઉપાડ કરી તેની પત્નીને ન આપી ઉચાપત કરી હોવાનુ બહાર આવેલ છે આમ સબ બ્રાન્ચ પોસ્ટ માસ્તર કેતૂલ પટેલ દ્વારા ગ્રાહકોના નાણાં પાસબુકમાં જમા ઉધાર કરી પોસ્ટ ની મેઈન સોફ્ટવેર માં એન્ટ્રી નહિ કરી દેલોલ સબ પોસ્ટ માસ્તર અને પોસ્ટલ આસિસ્ટન્ટ ને રોજમેળ મૂજબ નાણાં જમા નહિ કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખી કુલ મળી રૂ ૬૬,૪૦૦/ ની ઉચાપત કરતા ઉપરી અધિકારી ને રીપોર્ટ કરી તમામ દસ્તાવેજો ની નકલો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈ નો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એન આર રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

બોક્સમળેલ માહિતી અને લોક ચર્ચા મુજબ કેતુલ રાવજીભાઇ પટેલ દ્વારા ઘણા બધા ખાતેદારો નાં ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી અને ખાતામાં જમા નહિ કરી ઉચાપત કરી હતી જે બાબતે ભાંડો ફૂટી જતા કેતુલે થોડા સમય પહેલા ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે ખુદ પોસ્ટ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે ઉચાપત નો આંકડો લાખો રૂપિયા માં પહોંચે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here