નસવાડીના યુવાને ચાર વખત સર્પ કરડતા પરિવાર ની હાલત કફોડી બની

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલ બજાર વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત પ્રવીણભાઈ વણકર ને સતત ચાર વખત સર્પ કરડી જતા અનેક વખત બોડેલી ખાતે સારવાર અર્થે આવવું પડે છે એક જ વ્યક્તિને વારેઘડીએ સર્પ દ્વારા ડંખ મારવામાં આવતા અનેક રહસ્યયે સ્થાન લીધું છે ઘર પરિવાર માંથી એક જ વ્યક્તિ ને સર્પ કરડવાનો ચાર વખત બનાવ બનતા વિસ્તાર માં ભારે આચર્ય ફેલાયું હતું અને અનેક તર્ક વિતર્ક ઊભા થયા હતા તા ૧૭ માર્ચ ના રોજ ચંદ્રકાન્ત ભાઈ ને ચોથી વાર સર્પ કરડતા તેઓ નસવાડી થી બોડેલી સારવાર અર્થે આવ્યા હતા.
. અત્રે ઉલ્લેખનીય છે કે સર્પ યોની દરેક જાનવર થી પ્રજા હંમેશા ડરતી હોય છે અને તેનાથી હંમેશા દૂર રહેવા પ્રયત્ન કરતી હોય છે પરંતુ નસવાડી નો કિસ્સો કંઈક અલગ જ છે નસવાડીના ચંદ્રકાંતભાઈ વણકર ના પરિવાર માં છો સભ્યો રહેતા હોય માત્ર ચંદ્રકાંતભાઈ ને સર્પ કરડતો હોય પરિવારના અન્ય કોઈ સભ્યોને આજ દિન સુધી સર્પ કરડ્યો નથી જે નવાઈ ની વાત લાગે છે પરિવારજનો જણાઈ રહ્યા છે કે છેલ્લા ચાર મહિના માં ચાર વખત ચંદ્રકાંતભાઈ ને સાપ કરડ્યો છે ત્યારે અન્ય કોઈ વ્યક્તિ ને નુકસાન પહોંચાડ્યું નથી. અન્ય કોઈ ને પણ સર્પ દેખાતો પણ નથી માત્ર ને માત્ર ચંદ્રકાન્ત ભાઈ ને જ સર્પ દેખાય છે અને સર્પ ડંખ મારે છે સમગ્ર ઘટના એક રહસ્યમય અને વિચારવા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સર્પ થી પીડિત ચંદ્રકાંતભાઈ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી ચોથો વખત મને સર્પ એ મને ડંખ માર્યા છે અને હું જીવના જોખમ માંથી હું બહાર આવ્યો છું અમારા ઘર ના વાડા માં જવું ત્યારે સર્પ આવી ને મને ડંસી જાય છે જે પરિવાર ના અન્ય કોઈ સભ્ય ને કોઈ પણ જાત નું નુકશાન પોહ્ચાડતું નથી પરંતુ મને જ સર્પ કરડે છે. આ સર્પ પરિવારના અન્ય કોઈ સભ્ય ને દેખાતો નથી પણ માત્ર મને જ દેખાય છે. આ સર્પના ત્રાસથી મને મુક્તિ મળે તેવી આશા ચંદ્રકાંતભાઈ વ્યક્ત કરી હતી.
હાલ માં બોડેલી ની હોસ્પિટલ માં ૧,૫૦ લાખ જેટલો ખર્ચ થઇ ચુક્યો છે અને વારંવાર વાર સર્પ કરડવાથી ખર્ચ કરવો સાથે સાથે આરોગ્ય પણ જોખમાય છે જેને કારણે પરિવાર ભારે મુંજવણ અનુભવી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here