જગતના તાતે અખાત્રીજ પર્વે ખેતર માં ધાર્મિક પૂજા કરાઈ !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર તાલુકામાં ધરતીપુત્રો દ્વારા અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી આજના અખાત્રીજના શુભ દિવસે ધરતીપુત્ર કેતનભાઇ પટેલે જણાવ્યું હતું કે અનંત છે દાતારીમા એ આ જાત,
પ્રભુ પછીની પૂજનીય આ બીજી નાત,
ઢોર ખાય, મોર ખાય ને ખાય ચોર,
વધે એ ઘરનાં બાળ ખાય એવી એની વાત,
સૌનું પેટ ભરનારને અન્નનો કોળિયો દેનાર,
ધૂળમાં નાખી ધાનને પોતે ધૂળને ઓઢતો આ તાત…

કણ માંથી મણ ઉત્પન્ન કરનાર અને પુરા વિશ્વને અનાજ પુરુ પાડનાર જગતના તાત (ધરતીપુત્રો) અખાત્રીજ ના સુભ અવસર પરિવાર સાથે પોતાના ખેતરમાં જઈ ધાર્મિક પૂજા વિધિ ધરતી મા ની કરતા હોય આ પૂજા ના કારણે આખું વર્ષ સારું ઉત્પાદન થાય તેવી પ્રભુને પ્રાર્થના પણ કરવામાં આવે છે. ખેડૂત પ્રધાન દેશમાં આજે અખાત્રીજની ધરતીપુત્ર દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here