નસવાડીના કુપ્પા ગામે નર્મદા નદી કિનારે બોટ મારફતે થતી દારૂની હેરાફેરીમાં ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ કુપ્પા ગામે નર્મદા નદી કિનારે બોટ મારફતે થતી દારૂની હેરા ફેરી મા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૧૦૪૨ કી.રૂ.૧,૦૮,૫૨૦/- નો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબિશન નો  ગણના પાત્ર કેશ શોધી કાઢતી નસવાડી પોલીસ

શ્રી સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ પ્રોહિબિશન ની ગેર કાયદેસર પ્રવૃત્તિને અંકુશ મા લાવવા સારુ નર્મદા નદી ના કિનારા ઉપર નાવડી બોટ ની અવર જવર વાળી જગ્યાઓ ઉપર વોચ રાખી નાવડી બોટ ચેક કરી જયાં ભૂતકાળ મા દારૂની હેરાફેરી ના કેશો થયેલ હોય તેવી જગ્યાએ થી વિદેશી દારૂના વધુમાં ગણના પાત્ર કેશો શોધી કાઢી સરકાર અને પરિણામ લક્ષી કમગીરી કરવા સૂચના આપેલ હોય શ્રી કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન તથા શ્રી એમ.એન.ચૌહાણ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપર અધિકારીઓની સૂચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને શ્રી ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી પ્રોહિબિશન ના સફળ કેશો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ શ્રી ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ માણસો સાથે નસવાડી તાલુકા ડુંગર વિસ્તારમાં કુપ્પા ગામે નર્મદા નદીના કિનારે બોટ મારફતે થતી દારૂની હેરા ફેરી ની મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૧૦૪૨ કિંમત રૂપિયા ૧,૦૮,૫૨૦/- નો ઈંગ્લીશ દારૂનો જથ્થો તેમજ ઈંગ્લીશ દારૂની હેરા ફેરી માટે ઉપયોગમાં લીધેલ નાવડી કી.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧,૭૮,૫૨૦/- નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબીશન નો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે અને ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઇસમ ડુંગર વિસ્તારની ઝાડી ઝાંખરામાં અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હોય જેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
*આરોપીનું નામ સરનામું*:- ડેબાભાઈ નખીયાભાઈ ડું.ભીલ રહે.સાંકડીબારી તા.નસવાડી જી.છોટાઉદેપુર
*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ*:-(૧)માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બીયર ૫૦૦મિ.લી.ના પતરાના ટીન બીયર નંગ.૨૧૬ કિ.રૂ.૨૫,૯૨૦/-
(૨)રોયલ બ્લયુ મલ્ટ વ્હિસ્કી ૧૮૦મિ.લી.ના પ્લાસ્ટિકના કવાટરીયા નંગ.૮૨૬ કિ.રૂ.૮૨,૬૦૦/-
(૩)પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ નાવડી કિ.રૂ.૭૦,૦૦૦/- આમ કુલ કિ.રૂ.૧,૭૮,૫૨૦/- નો મુદ્દામાલ થાય છે.
*કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી*
(૧)શ્રી ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન
(૨) અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪
(૩)અ.હે.કો શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭
(૪)અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮
(૫)આ.પો.કો ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં ૨૨૩
(૬)આ.પો.કો ભાનુભાઈ નારણ ભાઈ બ.નં.૦૩૭
(૭)જી.આર.ડી કૌશિકભાઈ બારખીયાભાઈ ડુ.ભીલ
આમ પોલીસ કર્મીઓ એ સારી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here