પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાની અધ્યક્ષતામાં સંતરોડ ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આગામી બે મહિના સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી

સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આજથી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની અધ્યક્ષતામાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે,આગામી બે મહિના સુધી પંચમહાલ જિલ્લાના નાગરિકો સ્વયંભૂ સફાઈ ઝુંબેશમાં જોડાય તથા પોતાના ઘર,શેરીઓ,ગ્રામ પંચાયતો,સરકારી ઈમારતો,ધાર્મિક સ્થળો,બસ સ્ટેશન,રેલવે સ્ટેશન,રોડ,રસ્તા સહિતના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરીને પંચમહાલ જિલ્લાને સ્વચ્છ બનાવવા આવે તેવી અપીલ કરી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત ઉપસ્થિત સૌકોઈએ હાથમાં ઝાડુ લઈને સંતરોડ ઓવરબ્રિજના નીચેના રસ્તા પર સફાઈ કરી હતી.આ તકે ઉપસ્થિત વેપારીમિત્રો,ગ્રામપંચાયતના સરપંચશ્રી,વિવિધ હોદ્દેદારો સહિત સ્વચ્છ ભારત મિશન અભિયાનના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here