નવલખી પોર્ટ પરથી ઓવરલોડ કાર્ગો પરિવહનના વિરોધમાં ધારણા

મોરબી,
આરીફ દીવાન

“ગાંધીજયંતી નિમિત્તે ગાંધીગીરી”

મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની સમસ્યાઓથી મતદાન પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યા છે જેનું મુખ્ય કારણ વહીવટીતંત્ર અને સરકારી અધિકારીઓ પાસે આયોજનનો અભાવ રહ્યો હોય તેમ છાશવારે મતદાર પ્રજાને ભોગ બનવું પડ્યું છે મોરબી નજીક આવેલ નવલખી પોર્ટ ઉપરથી ઓવરલોડ કાર્ગો પરિવહન કરવામાં આવે છે જેના વિરોધમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છ્તા પણ ઓવરલોડ કાર્ગોનું પરિવહન બંધ કરવામાં આવતું નથી જેથી કરીને આજે ગાંધી જયંતિથી નવલખી પોર્ટના ગેઈટ બહાર મોટા દહીસરા ગામના રહેવાસી આર.ટી.આઈ કાર્યકર્તા હરેશકુમાર જે. બાલસરા દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા છે અને આ અંગેની બંદર અધિકારીને જાણ કરી દેવામાં આવી છે જો કે, વારંવારની રજૂઆત છતાં પોર્ટ અંદરથી સ્ટીવ ડોર પાર્ટી દ્વારા ઓવરલોડ પરીવહન ચાલુ કરી દેવાતા લોકોને હેરના થવું પડે છે ત્યારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને નવલખી પોર્ટ ઉપર તમામ નીયમોની અમલવારી કરવવામાં આવે અને પોર્ટ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બંધ થાય તેવી લાગણી તેમણે વ્યક્ત કરેલ છે જે આજરોજ ગાંધીજયંતી નિમિત્તે ગીરી એક દિવસના કાર્યક્રમ કરી તંત્રની જવાબદારી યાદ દેવડાવી છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here