મહિલા આઈ.ટી.આઈ. ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા પંચમહાલ દ્વારા તા.04.03.2022નાં રોજ સવારે 10.30 કલાકે માત્ર મહિલા ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન માર્ગદર્શન તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે 12 પાસ, આઈ.ટી.આઈ. ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા માત્ર મહિલા ઉમેદવારોને 18 થી 30 વર્ષ વયમર્યાદા ધરાવતા અનુભવી-બિન અનુભવી મહિલા ઉમેદવારોને ખાનગીક્ષેત્રમાં રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાનાં એમ.જી. મોટર્સ ઈન્ડિયા લિમિટેડ, હાલોલ દ્વારા ટ્રેઈનીની જગ્યા માટે પસંદગી કરવામાં આવશે. ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માંગતા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા તથા ઓદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે. મેળો મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા આઈ.ટી.આઈ.) ગોધરા-દાહોદ હાઈવે રોડ, ગોધરા, પંચમહાલ ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોરોના ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here