નર્મદા LCB પોલીસ અને રાજપીપળા પોલીસે ખેતરોમા ચોરી કરતી ગેન્ગને ઝડપી પાડી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

ચોરી કરતી ગેન્ગ ના 4 આરોપીઓ ને ઝડપી રુપિયા 7.95 લાખ નો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ માલ જપ્ત કરાયો

એક સગીર વયનાં આરોપી ની પણ ચોરી મા સંડોવણી

નર્મદા જીલ્લા LCB પોલીસ અને રાજપીપળા ટાઉન પોલીસે આમલેથા પોલીસ મથક સહિત રાજપીપળા પોલીસ મથક ના હદ વિસ્તારમાં ખેતરો માથી ખેતી ના કામ ના સાધનો ની ચોરી કરતી ગેન્ગ ના 4 માણસો ને ઝડપી પાડયા હતા કુલ 7 આરોપી ઓ સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નાંદોદ તાલુકા ના ગ્રામય વિસ્તાર સહિત જીલ્લા ના વિવિધ વિસ્તારોમાં ખેડુતો ના ખેતર મા મુકેલ પાઇપો , મોટરો ની મોટા પ્રમાણ મા ચોરીઓ થતી હોવાની ફરિયાદો મોટાં પ્રમાણ માં ઉઠવા પામી હતી પોલીસ વિભાગ ચોરો નુ પગેરું મેળવવામા લાગ્યુ હતું ત્યારે પોલીસે ગામના મુખ્ય માર્ગ ઉપર લગાવેલ સી સી ટીવી ના ફૂટેજ ચેક કરતાં નંબર વગર ના અશોક લેલનડ ટેમ્પો ડ્રીપ ઇરીગેશન ની પાઇપો ભરેલુ જણાતા આ ટેમ્પો ઝડપવાની બાતમી મળતાં ટાઉન પી આઇ આર. એ. જાદવ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ અને નરેન્દ્રભાઈ નાઓએ બાતમી ના આધારે તેઓએ ટેમ્પો ચાલક ઉરવિત કાનજીભાઈ વસાવા રહે. અણીજરા અને ગાડી મા બેઠેલા પ્રદીપ રમેશ તડવી રહે. સુરવા ની પુછપરછ કરતા તેમા ભરેલી પાઇપો ચોરી ની હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે મોટરસાઈકલ લઇને પાઇલોટિંગ કરતા જશવંત દિનેશભાઇ વસાવા રહે. તાજપુરા જી. વડોદરા નેઝડપી પુછપરછ મા પાઈપો માંગરોલ ખાતે થી ખેતરમાંથી પાઈપો ની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ઝડપેલા આ આરોપીઓ પાસે થી અન્ય આરોપી મહેશ અંબાલાલ તડવી રહે. લાછરસ , મનેશ રૂસ્તમ વસાવા રહે .ઉભારિયા તા. સાગબારા , યોગેશ અશોક તડવી રહે. લાછરસ નાઓના ચોરી ના ગુનામાં સંડોવાયેલા જાણવા મળ્યું હતુ આ સાથે એક સગીર વયનાં યુવાન ની પણ ચોરી મા સંડોવણી બહાર આવી હતી.

નર્મદા જીલ્લા LCB પોલીસ ના પી આઇ એ. એમ પટેલ સહિત તેમના સ્ટાફે ચોરી ના ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત મુદ્દામાલ મા એક અશોક લેલનડ ટેમ્પો , બે આઇશર ટેમ્પો એક મોટરસાઈકલ , કલટીનેટર , જયુપીટર સ્કુટર સહિત મોબાઈલ મળી કુલ 7. 95 લાખ નો મુદ્દામાલ સહિત ચોરી ના ગુનામાં વપરાયેલ માલ જપ્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here