નર્મદા LCB પોલીસે વિદેશી દારૂનાં કવાટરિયા સાથે સાગબારાના યુવાનને ઝડપી પાડયો..

મહારાષ્ટ્રમાંથી મોટરસાઈકલ ઉપર દારુ લઇ આવતો યુવાન સેલંબા નવાપાડા રોડ પર પોલીસને હાથ ઝડપાયો.

148 નંગ કવાટરિયા પલસર મોટરસાઈકલ મળી રૂ.44,800/- નો મુદ્દામાલ જપ્ત.

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા LCB પોલીસે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના અને ડી.વાય.એસ.પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં દારુના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો ખેપીયાઓ ઉપર પોતાની વોચ ગોઠવી છે, પોતાના બાતમીદારોને કામે લગાડી જુગાર અને દારૂના વેપલા પર તવાઈ બોલાવી છે.

ગતરોજ નર્મદા જિલ્લાના સેલંબા નવાપાડા રોડ પર LCB પોલીસને બાતમી મળેલ કે એક યુવાન પલ્સર મોટરસાઈકલ ઉપર દારુ લઇ આવી રહ્યો છે જેથી PSI સી.એમ.ગામીત સહિત તેમના સ્ટાફે યુવાન ને મોટરસાઈકલ નંબર GJ 30 C 5317 ઉપર સવાર થઇને આવતા તેને ઊભો રાખીને તેની પાસે થી 148 નંગ વિદેશી દારૂના કવાટરિયા મળી આવ્યા હતા.

પોલીસે તેની પુછપરછ આદરતા તેણે તેનુ નામ સુનિલ સેગાભાઇ વસાવા રહે. દરબાર ફળીયા. સાગબારાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી યુવાનને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો. અને મોટરસાઈકલ સહિત વિદેશી દારૂ મળી કુલ રૂ.44,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here