નર્મદા જિલ્લાના ચિકદા ગામે ગેરકાયદે ચાલતા વરલી મટકા કા અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ..

સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ડેડીયાપાડાના ચિક્દા ગામે રૂ. ૮૮,૦૦૦/- થી વધુના મુદ્દામાલ સાથે ૫ જુગારીઓ ઝડપાયા તો ૫ ફરાર થતાં વોન્ટેડ જાહેર કરાયા.

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ જિલ્લામાંથી દારૂ જુગારની બદીને જળમૂળથી ખતમ કરવા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી એક પછી એક જિલ્લામાંથી જુગારીઓને પકડી પાડવામા આવી રહ્યા છે, સમગ્ર બુટલેગર આલમમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આ ડ્રાઈવ વચ્ચે ડેડીયાપાડાનાં ચિક્દા ગામ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી ને ૮૮૦૦૦ હજાર થી વધુના મુદ્દામાલ સાથે ૫ જુગારીઓને ઝડપી પાડતા ડેડીયાપાડા સહિત સમગ્ર નર્મદા જીલ્લામા હડ્કંપ મચી જવા પામ્યો છે. તો રેડ દરમ્યાન નાસી છૂટેલા ૫ આરોપીઓને પોલીસે વોંટેડ જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ આજે ડેડીયાપાડા તાલુકાના ચિક્દા ગામ ખાતે સરકારી આર્યુવેદિક દવાખાના પાસે રાયસિંગ ઉકકડ વસાવાના મકાન ખાતે તેમજ દાવલશાહ જમાલશાહ બાવાની દરગાહ પાસે આવેલ ભીમસિંગ ગિમ્બા વસાવાના મકાન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા બોમ્બે વરલી મટકાનો સટ્ટા બેટિંગનો જુગાર રમતા અને રમાડતા ૫ ઇસમોને ઝડપી પાડવામા આવ્યા હતા. તો બીજા ૫ જેટલા ઇસમો નાસી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે રાયસિંગ ઉકકડ વસાવાના મકાન ખાતેથી રાયસિંગ ઉકકડ વસાવા સહિત ઈશ્વર સોનજી વસાવા ,નાથુ અમરસિંગ વસાવા રહે. પટેલ ફળિયું ચીકદા અને રોશન ગુલાબસિંગ વસાવા રહે. આંબા ફળિયું ચીકદા અને લાલજી ઉકકડ તડવી રહે. જાંબુ ફળિયું ચિક્દા ને ગેરકાયદેસર બોમ્બે વરલી મટકા નો ધંધો કરતાં અને કરાવતા પકડી પડ્યા હતા, સ્ટેટ મોનિટરિંગની ટીમે ઘટના સ્થળે થી રોકડ રકમ રૂ.૧૮,૭૧૦/- તેમજ મોબાઈલ નંગ ૩ કી.રૂ. ૧૦,૦૦૦/- અને ૨ મોટર સાઇકલ કી.રૂ.૬૦,૦૦૦/- અને એક કેલ્ક્યુલેટર કી.રૂ.50/- મળી કુલલે રૂ.૮૮,૭૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરતાં જિલ્લાના જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જ્યારે રેડ દરમ્યાન નાસી જનાર કાંતિ માધવ રાણા રહે. કર્મચારી નગર ડેડીયાપાડા , ભીમસિંગ ગિમ્બા વસાવા રહે. દાવલશાહ જમાલશાહ બાવા ની દરગાહ પાસે ચિક્દા , ગોવિંદ પુનિયા વસાવા રહે. ચિક્દા અને મહેશ વસાવા રહે. સિંદુર ફળિયું ચીકદા અને રેડ દરમ્યાન GJ 06 ML 5094 એકટીવા મોટર સાઇકલ છોડી નાસી જનાર વ્યક્તિ જેના નામઠામ વિષે ખબર ન હોય તેઓને વોંટેડ જાહેર કરી પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે આ રેડ ની ખબર જિલ્લામાં ફેલાઈ જતાં વરલી મટકાનો ધંધો કરતાં અને કરાવતા બુટલેગરો મા હાલ તો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્ટેટની ટિમ ના પો.કો. જતિન હરીશભાઇ એ ડેડીયાપાડા પોલીસ મથકમાં સીઆરપીસી ૧૫૭ મુજબ ગુનો દાખલ કરાવતા આગળની તપાસ પોસઇ આર. આર. દેસાઇ વધુ તપાસ કરી રહ્યા છે.

બુટલેગરોએ ગરીબ મજુર વર્ગના આદિવાસીઓને લૂંટવા ગામડાઓમાં ફેલાવેલુ નેટવર્ક.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જીલ્લામાં વરલી મટકાનો ધંધો ખુબજ મોટા પાયે ચાલી રહ્યો છે અને જિલ્લામાં તેના મુખ્ય કેન્દ્રો હવે નાના નાના ગામડાઓ બની ગયા છે, સેલમ્બા, ડેડીયાપાડા, ચીકદા, રાજપીપળાની આસપાસના ગામડાઓ, તિલકવાડા સહિત ગરુડૈશવરની આસપાસના ગામડાના વિસ્તારમાં અનેક નાના મોટા સ્થળો પર તેના મોટાપાયે સેન્ટરો ચલાવાઇ રહ્યા છે. જેમાં ગરીબ આદિવાસીઓ ખૂન પસીના થી કામવેલા રૂપિયા એકના દસ ધણા કરવાની લાલચમાં ગુમાવી બેસે છે. દિવસ ભર મજુરી કામ કરી પોતાના ગુજરાન ચલાવતા આદિવાસીઓ મોટા પ્રમાણમવા આ બુટલેગરોનો ભોગ બની રહયા છે.મોટા પ્રમાણમાં ફેલાયેલ આ દુષણને નાથવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા એક્શન પ્લાન બનાવવો જોઈએ. સમાજમાં ફેલાયેલા આ દુષણને દુર કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here