બોડેલી તાલુકાના ઉચાપાણ ગામની મહિલાઓ એ પીવાના પાણીનો પ્રશ્ન હલ ન થતા ગ્રામ પંચાયત ખાતે કર્યો વિરોધ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પીવાના પાણી માટે સંગ્રહ કરવાની ટાંકી વર્ષો થી સાફ નથી થઈ”

ટાંકીની કુંડીમાં દારૂની ખાલી થેલીઓ જોવા મળી

ગ્રામ પંચાયતમાં મહિલાઓએ તલાટીનો કર્યો ઘેરાવો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઉચાપાણ ગામમા અલગ અલગ ફળિયાની મોટી સંખ્યામાં કેટલીક મહિલાઓ એકત્ર થઇ લાબા સમયથી પીવાના પાણીને લઇ તંત્ર ને વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીને લઇ કોઈ હલ ન આવતા મહિલાઓનો પિત્તો છટક્યો હતો. અને મહિલાઓ ઉચાપાણ ગ્રામ પંચાયત ખાતે તલાટી નો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકાર દ્વારા કરોડોના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં લાવી ઘેર ઘેર પાણી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ તંત્રના પાપે લોકો સુધી પાણી ન પહોંચતા મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા મજબુર બની હતી. ખાસ મહત્વની વાત કરીએ તો ઉચાપાણ ગ્રામ પંચાયતની પાછળના ભાગે મોટી ટાંકી આવેલી છે ત્યાં પાણીના વાલ બેસાડવામાં આવેલા છે. તે કુડીઓ ખુલ્લી જોવા મળી હતી. અને એમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા દેશી દારૂની ખાલી પોટલીઓ પાણીની ખુલ્લી કુંડીઓમાં જોવા મળતા મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત પાછળના ભાગે ની આવેલી પાણીની મોટી ટાંકી દસ વર્ષથી વધુ સમયથી સાફ કરવામા ન આવી હોવાનો પણ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજૂ મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો પીવાના પાણી ની લાઈનમાં મોટરો ગોઠવી દેવામાં આવે છે. અને પોતાના ખેતરોમાં પણ પીવાના પાણી નો ઉપયોગ કરવામા આવેછે.આ ને લઇ કેટલાક ફળિયામાં પાણી એક ટીપું સુધા ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને ભર ઉનાળે પાણી માટે વલખા મારતી મહિલાઓ વધું મા જણાવતા કહ્યું હતુંકે જો પીવાનું પાણી સમયસર અને પુરતા પ્રમાણમાં નહીં મળે તો બોડેલી સેવાસદન ખાતે જઇ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામા હતી.
આ જોતા કેટલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો ને પુરતા પ્રમાણમાં નલ સે જલ યોજના નો પુરતો લાભ ન મળતો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here