છોટાઉદેપુર : રાયછા રોડ પર ઉપરથી સ્વિફટ ગાડીમાં ચોર ખાનું બનાવી લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી પાનવડ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ગાડી સાથે કુલ કિ.રૂ.૨,૨૭,૩૦૦/ ના મુદ્દામાલ ઝડપાયો

એમ એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સા, વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા સા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારુબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જીલ્લાના તમામ થાણા અધિકારી ને સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડીવીઝન એ.વી.કાટકડ સા. તથા સર્કલ પો.ઇન્સ. એ.સી.પરમાર સા. નાઓના સંકલનમાં રહી.સી.એમ.ગામીત I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાનવડ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી હકિકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન રાયછા રોડ ઉપરથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નીચે મુજબનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.

કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ : (૧) ગોવા સ્પિરીટ ઓક સ્મુથનેસ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ના નંગ-૫ર કિ.રૂ. કિ.રૂ.૨૭.૩૦૦/ (૨) સુઝુકી કંપનીની સ્વિફટ ગાડી રજી નંબર GJ-27-AA-4152 જેની કિ.રૂ ૨,૦૦,૦૦૦/ ક પકડાયેલ આરોપી મજબુતસિંહ સમરસિંહ ચુડાસમા ઉ.વ.૩૮ રહે ૩૧૩ હુડકો આનંદનગર ભાવનગર ના જી-ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here