નર્મદા નદીમાં ઘોડાપૂર આવતા ઉત્તર વાહિની નર્મદાના રામપરા રેંગના તટે બનાવેલ વિશાળકાય નંદીએ નર્મદામાં જળ સમાધિ લીધી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં ભારે પુર ની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે નર્મદા નદીના તટે ઉતરવાહીની એટલે કે ઉત્તર દિશાએ જે તરફે નર્મદા નદી વહે છે ત્યાં આવેલ રામપરા અને રેંગણ ગામ ની પાસેથી વહેતી નર્મદા નદીના કિનારે રેંગણ નાં ઓવારા પાસે બનાવવામાં આવેલ વિશાળ કાઈ નંદી નર્મદા પરિક્રમા વાસીઓને ઉત્તરવાહિનીનો પથ એટલેકે રસ્તો દર્શાવતી હતી અને આ વિશાળ કાઈ નંદી ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી. ત્યારે નર્મદા નદીમાં ભારે પુર આવતા આ વિશાળ કાય નંદી એ નર્મદા નદીના જળમાં સમાધિ લીધી હતી.

નર્મદા નદીના તટે આવેલ નંદી એ નર્મદા નદી ના પાણીના ભારે પ્રવાહમાં જળ સમાધિ લેતા આસપાસના ગામના લોકો એકત્રીત થયા હતા અને નંદી ને જળસમાધિ લેતાં જોઈ ભાવવિભોર બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here