30 મી ઓગષ્ટના સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

જન્માષ્ટમી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવાસીઓને પ્રવેશ અપાશે

તા. ૩૧/૦૮/૨૦૨૧,મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે

આગામી તા. ૩૦/૦૮/૨૦૨૧,સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે.તેના બદલે તા. ૩૧/૦૮/૨૦૨૧,મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.
તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટ www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.

કોઇ પણ પ્રકારની પુછપરછ માટે ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ (સોમવાર સિવાય સવારે ૦૮.૦૦ થી સાંજના ૦૬.૦૦ સુધી ) સંપર્ક કરી શકાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here