સરદાર સરોવર ડેમ પુર્ણ સપાટીએ ભરાયાની ઐતિહાસિક વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

વૈશ્વિક નેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ “મા નર્મદા” ના નીરના વધામણા રવિવારે વહેલી સવારે એકતાનગર સરદાર સરોવર ડેમ પર પહોંચીને કર્યા હતા. અને વૈશ્વિક નેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જન્મદિનની શુભકામના પાઠવી હતી.

એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્ત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.

વર્ષ ર૦૧૯ માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા.

૨૦૧૯, ર૦ર૦ અને ૨૦૨૨માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ર૦ર૩માં ચોથીવાર ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન-અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.

આ નર્મદા જળ વધામણાં અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી ધારા સભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રી ના અગ્રસચિવ કે. કૈલાશનાથન, સરદાર સરોવર નિગમના એમ.ડી. મુકેશ પુરી, સરદાર સરોવર નિગમના ડાયરેક્ટર સી.વી. નાદપરા અને પી.સી. વ્યાસ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, એસ.ઓ.યુ.ના સી.ઇ.ઓ. ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના વિવિધ પદાધિકારી ઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here