નસવાડી તાલુકાના શિક્ષકોએ સરકારને જગાડવા માટે થાળી વગાડી અને મીણબત્તી સળગાવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકોની માંગ

આજે તમામ પ્રાથમિક શિક્ષકો ભેગા થઈ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે થાળી વગાડી મીણબત્તી સળગાવી મૂંગી બહેરી સરકારને જગાડવાનો પ્રયાસ કાર્યો હતો જેમા સરકારે નવી પેન્શન યોજના દાખલ કરી છે તેનો વિરોધ કાર્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી છે આજે નસવાડી તાલુકાના તમામ શિક્ષકો વતી નસવાડી કૂમરશાળા ખાતે ભેગા થયા છે જેમાં રાજય અને કેન્દ્ર સરકાર સાથે કર્મચારીઓના યુનિયન દ્રારા અને શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો દ્રારા જે સમાધાન થયુ હતુ કે જૂની પેન્શન યોજના લાગુ કરવાં માટે અને નવી પેન્શન યોજના બંધ કરવા માટે જેમા ૧/૪/૨૦૦૫ પહેલા નાં જે ભરતી થયેલા શિક્ષક છે તેમને જૂની પેન્શન યોજના આપવા માટે અને૧/૪/૨૦૦૫ પછીના શિક્ષકો ભારતી થયેલા છે જેમને સી પી એફ માટે ૧૦% થી લઇને ૧૪% નો વધારો કરવા માટેની સમજૂતી થઈ હતી પરંતું આજદિન સુધી રાજય સરકારે તેનો કોઈ પણ પ્રકારનો અમલ કર્યો નથી કે નવી સુચના આપવામા આવેલ નથી હવે આવા સંજોગોમાં હાલની આટલી મોંઘવારી ના સમયમા કર્મચારીઓ ખૂબ મહેનત કરી રહ્યાં છે અને કામ કારી રહ્યાં છે અને આર્થિક પરિસ્થિતિ ભોગવી રહ્યાં છે અમને તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના સત્વરે લાગુ કરવામાં આવે જે પ્રમાણે સરકારની સાથે અવાર નવાર બેઠકો કરી સમાધાન થયુ છે કેટલાક મુદ્દાઓ પર સમાધાન કર્યું છે છતા પણ આ સરકાર રાજય અને કેન્દ્રના કર્મચારીઓની કોઈ પણ રજુઆત કે વિનંતિ સંભાળવા માટે તૈયાર નથી એટલાં માટે નસવાડી કૂમરશાળા ખાતે તમામ શિક્ષકો રાજય સંઘ ના આદેશ મુજબ ભેગા મળી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો હજુ પણ સરકાર નહી જાગે તો અમારાં આગળના વિરોધ કાર્યક્રમો ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here