નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીની શેરડી ભરી જતા ટ્રેક્ટરનુ ટાયર ફાટતા અકસ્માત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમલેથા મિલની કમ્પાઉન્ડ વોલ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી ચડી જતાં વિચિત્ર દ્રશ્યો સર્જાયા – ચાલક નો આબાદ બચાવ

રાજપીપળા નજીક આવેલ નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ની પીલાણ સીઝનનો આજથી જ પ્રારંભ થતાં ખેતરમાંથી શેરડી કાપી શેરડી વાહતુક કરતા એક ટ્રેક્ટર આમલેથા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રેક્ટર માં ભરેલ શેરડી વેરવિેખેર થઈ પડી હતી.

બનાવની વાત કરીએ તો નર્મદા સુગર ફેક્ટરી ની શેરડી ભરી એક ટ્રેક્ટર એની પાછળ બે ટ્રોલી જોડીને આમલેથા તરફથી ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે જઈ રહ્યો હતો ત્યારે આમલેથા મીલ પાસે પહોંચતા ટ્રેક્ટરનો ટાયર ફાટતા ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર ના સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવી દેતા અક્સ્માત સર્જાયો હતો અને ટ્રેક્ટરની બંને ટ્રોલી નિયંત્રણ બહાર થતાં એક ટ્રોલી તો આમલેથા મીલના કમ્પાઉન્ડ વોલ ઉપર ચડી ગઈ હતી જેથી વિચિત્ર દ્રશ્ય સર્જાયા હતા. એક ટ્રોલી પલટી ખાતા રોડ ઉપર શેરડી વેરવિેખેર થઈ હતી, જોકે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલાક નો આબાદ બચાવ થયો હતો. નર્મદા સુગર ફેક્ટરી મા આ બાબતની જાણ થતા ત્વરિત અકસ્માત સ્થળેથી શેરડી હટાવવાનો તેમજ કંપાઉન્ડ વોલ ઉપર ચડી ગયેલ ટ્રોલી ને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here