નર્મદા જિલ્લાના મોઝદા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ઈકો કાર પોલીસે ઝડપી પાડી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતાં બે ઈસમો ની અટકાયત કરી રૂ 3.20 લાખનો મુદ્દા માલ જપ્ત

દિવાળીના તહેવારો નજીક આવતા મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા બુટલેગરોની ગેંગ સક્રિય

દિવાળીના તહેવારો નજીક આવતા મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવા માટે બુટલેગરોની ગેંગો સક્રિય બની છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ પણ ગેરકાયદેસર રીતે થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે આવા અસામાજિક તત્વો ઉપર બાજ નજર રાખી રહી છે, ગત તારીખ 28 મી ની રાત્રે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસે મહારાષ્ટ્રમાંથી ઇકો કારમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે ઈસમો ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તારીખ 28મી ના રાત્રે પોણા દસ કલાકે ડેડીયાપાડા પોલીસ ને બાતમી મળેલ હતી કે એક ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે, ત્યારે ડેડીયાપાડા પોલીસે ડેડીયાપાડા તાલુકાના મોજદા પાસે થી પસાર થતી ઇકો કાર અટકાવી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડો જેમા 750 મિ.લી. ની 108 નંગ બોટલો વ્હિસ્કી ની કિંમત 54000 રૂપિયા, 375 મિ.લી. ની 24 નંગ બોટલો કિંમત રૂ. 6000 , મોબાઈલ નંગ બે કિંમત 10000 રૂપિયા ઇકો કાર કિંમત 2.5 લાખ રૂપિયા મળી 3.20 લાખ રૂપિયા ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે પોલીસે ઇકો કાર લઈને આવતા આરોપીઓ ધર્મરાજ જેતારામ બિસનોઇ રહેવાસી કાપોદ્રા મુ .અંકલેશ્વર જીલ્લો ભરૂચ મૂળ રહેવાસી રાજાની પુનીયા ,ભીયાસર, તાલુકો ફેલોદી, જિ. જોધપુર, રાજસ્થાન અને આરોપી નંબર 2) ભજનારામ અર્જુનરામ બિસનોય હાલ રહે. અંકલેશ્વર મૂળ રહેવાસી ગોદારો કી ઢાળી, જગ રામસર તાલુકો ફેલોદી, જિ. જોધપુર, રાજસ્થાન નાઓને ઝડપી તેમની અટકાયત કરી છે.

ડેડીયાપાડા પોલીસે આ મામલામાં ઝડપાયેલા આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા ??અને ક્યાં સપ્લાય થતો હતો ?? આ મામલા માં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે??? તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here