બોડેલી નગરમાં ગત રાત્રીએ વિજળી ગુલ થઈ જતા નગરના રહીશો જીઇબીની ઓફિસે આવીને હલ્લાબોલ કર્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મા ગતરાત્રિએ 12:30 ની આસપાસ વારંમવાર લાઈટ જતી હોવાથી અલીપુરામાં આવેલ મધ્ય ગુજરાતની ઓફિસે બોડેલીના નગર જણો મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને જીઇબી ના કર્મચારીઓને ઘેરાવ કર્યો હતો અને આ કર્મચારીઓને પૂછવામાં આવ્યું હતું કે વારંવાર વીજળી કેમ જતી રહે છે ત્યારે જીઇબી ના કર્મચારીઓ મોળા સુધી કોઈ જવાબ ન આપ્યો હતો બોડેલી રહીશું ને એવું કહેવું છે કે ભળઉનાળાની ભયંકર ગરમીથી બીમાર માણસ તેમજ બાળકોને ભારે હાલાકી ભોગવી પડે છે તે માટે આજે મોટી સંખ્યામાં જે મધ્ય ગુજરાતની ઓફિસે બોડેલી ખાતે બોડેલીના આજુબાજુના સોસાયટીના રહીશો હલ્લાબોલ કર્યો હતો અને બોડેલી પોલીસ પણ આવી પહોંચી હતી આખરે લાઈટ ચાલુ થતા મામલો શાંત પડ્યો હતો બોડેલી નગર માં વારંમવાર વીજળી જતી રહેવાથી બોડેલી નગર જણો ના મોઢા પર ભારે રોસ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here