નર્મદા જીલ્લા LCB પોલીસે સાગબારા તાલુકાના સેલંબા ખાતેથી આંકડા લખતા આરોપીને ઝડપી પાડયો

સાગબારા,(નર્મદા)
આશિક પઠાણ

ઝડપાયેલા આરોપી પાસેથી રુપિયા 36200 નો મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જીલ્લા મા અસામાજિક પ્રવૃત્તિઓએ ભારે માઝા મુકી છે, પોલીસ વિભાગ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવી રહયા છે, બુટલેગરો ઝબ્બે થાય છે પરંતુ અસામાજિક તત્વો પુનઃ ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓમાં લીન થતાં હોય છે.

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા પોતાના તાબા હેઠળના તમામ પોલીસ અધિકારીઓ જવાનો ને અસામાજિક પ્રવૃત્તિ ઓ ડામવાની કડક સુચના આપી હોય નર્મદા LCB પોલીસ ના પી.આઇ. એ. એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામીત સહિત તેમના સ્ટાફ ના જવાનો એ સાગબારા તાલુકા ના સેલંબા ખાતે થી આંકડા લખતા એક ઇસમ ને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા LCB ની ટીમ સાગબારા તરફ હેડ કોન્સ્ટેબલ મણીલાલ ધેરિયાભાઇ ને બાતમી મળેલ હતી કે સાગબારા તાલુકા ના સેલંબા ગામ ખાતે ગેરકાયદેસર રીતે આંક ફરક ના આંકડા નો વેપલો ચાલી રહ્યો છે જેથી આખી ટીમ બાતમી વાળી જગ્યા એ પહોંચી હતી, અને રેઇડકરતા ધનસુખ રમેશભાઈ વાળંદ રહે.તડવી ફળીયા , સેલંબા તા .સાગબારા ને આંકડા નો વેપલો કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો તેની પાસે થી રોકડા રૂપિયા 26200 તેમજ રુપિયા 10000 ની કિંમત નો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ઝડપાયેલા આરોપી સામે જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here