પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 10 કેસ નોંધાયા, 1 દર્દીને રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ) ઇશહાક રાંટા

જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક 57એ પહોંચ્યો

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા 4081 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 57 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં આજે મળી આવેલ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 04, કાલોલ શહેરમાંથી 01 અને શહેરામાંથી 01 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 3034 થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોમાં ગોધરા ગ્રામ્યમાંથી 02 કેસ, કાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ અને મોરવા હડફ ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 1047 કેસો મળી આવ્યા છે. આજે કુલ 01 દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે રજા મેળવનારા કુલ વ્યક્તિઓની સંખ્યા 3883એ પહોંચી છે. જિલ્લામાંથી અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસોની સંખ્યા 4081 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here