નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓ ને જીતનગર ખાતે થી ઝડપી પાડયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સુરત ના બે સગા ભાઈ ઓ સાથે અન્ય બે ને ઝડપી 29 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેથળ કાયદેસર ની કાર્યવાહી

નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જીલ્લા મા ફેલાયેલ અસામાજિક પ્રવૃત્તિઓ સહિત અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખી રહી છે, પોલીસ મહા નિર્દેશક વડોદરા રેન્જ સંદીપસિંહ અને જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ખાંભલા પોતાના સ્ટાફ સાથે ગુનાહિત પ્રવૃત્તિ ઓ ઉપર બાઝ નજર રાખી રહ્યા છે ,જે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને બાતમી મળતા જીતનગર ખાતે થી જુગાર રમતા સુરત ના બે સગા ભાઈ ઓ સહિત કુલ ચાર યુવકો ને ઝડપી પાડયા હતા.

નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને બાતમી મળી હતી કે જીતનગર ગામે કેટલાક લોકો ટોળું વડી મોબાઈલ ની બેટ્ટરી ની લાઈટ માં રાત્રિ ના સમયે પત્તા પાના નો જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસે જીતનગર ગામ માં ટેકરાફળિયા વિસ્તાર મા રેઇડ કરી હતી જેમા બે સગા ભાઈ ઓ સહિત ચાર જુગારીઓ ને ઝડપી પાડયા હતા જેમાં 1) સંદીપ મહેશભાઈ સુરતી 2) અલ્પેશ મહેશભાઈ સુરતી બન્ને રહે. નાનપુરા, અઠવા ગેટ એલ આઇ. સી. કેશાવકૃતી એપાર્ટમેન્ટ, સુરત 3) કલ્પેશ શંકર વસાવા 4) ધર્મેશ રવજી વસાવા બંને રહે જીતનગર નાઓ ને ઝડપી તેમની પાસે થી રોકળ રકમ મળી કુલ રૂ 29160 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here