નર્મદા જીલ્લામાં ખાતર અને બિયારણ ખેડૂતોને હલકી ગુણવત્તા વાળું ન મળે એ માટે ખેતીવાડી વિભાગની સ્પષ્ટતા સ્કવોડની પણ કરાયેલી રચના

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતર, જંતુનાશક દવા તથા બિયારણની ગુણવત્તા બાબતે કોઇ પણ પ્રશ્ન હોય તો નાયબ ખેતી નિયામકશ્રીની કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવા જાહેર અનુરોધ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં રાસાયણિક ખાતરના ૨૫ વિક્રેતા, બિયારણના ૪૪ વિક્રેતા, અને જંતુનાશક દવાના ૪૧ વિક્રેતા લાયસન્સ ધરાવે છે, જ્યારે સાગબારા તાલુકામાં રાસાયણિક ખાતરના ૨૭ વિક્રેતા, બિયારણના ૩૮ વક્રેતા તથા જંતુનાશક દવાના ૩૮ વિક્રેતા લાયસન્સ ધરાવે છે. વધુમાં ખરીફ સીઝનમાં વિભાગીય કક્ષાએથી તા.૦૮/૦૬/૨૦૨૧ ના પત્રથી આંતર જિલ્લા સ્કોર્ડની રચના કરવામાં આવેલ છે તથા નર્મદાના નાયબ ખેતી નિયામક ની કચેરી ધ્વારા પણ સ્કોર્ડની રચના કરી ત્રણેય ઇનપુટસની ચકાસણી કરવામાં આવે છે અને જો શંકાસ્પદ જણાય તો નમૂના લઇ ચકાસણી માટે અધિકૃત ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવે છે. અને જો નમૂનો બિનપ્રમાણિત જાહેર થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

નર્મદા જિલ્લાના ગુણવત્તા નિયત્રણ તંત્ર ધ્વારા ખરીફ સીઝનમાં દેડીયાપાડા તાલુકામાંથી રાસાયણિક ખાતરના ૨૭ નમૂના, બિયારણના ૧૨ નમૂના અને જંતુનાશક દવાના ૧૧ નમૂના ઓક્ટોબર-૨૦૨૧ અંતિત લેવામાં આવેલ છે જે તમામ નમૂના પૃથ્થકરણમાં પ્રમાણિત જાહેર કરવામાં આવેલ છે, સાગબારા તાલુકામાંથી રાસાયણિક ખાતરના ૨૯ નમૂના બિયારણના ૧૨ પૈકી જે કપાસ પાકનો એક ગ્રો-આઉટ ટેસ્ટનો નમૂનો, અને જંતુનાશક દવાના ૧૧ નમૂના લેવામાં આવેલ છે. જે પૈકી રાસાયણિક ખાતરમાં એક નમૂનો બિનપ્રમાણિત જાહેર થયેલ છે બાકીના નમૂના પ્રમાણિત જાહેર થયેલ છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તથા સાગબારા તાલુકામાંથી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા તથા બિયારણ ખરાબ/બોગસ/હલકી ગુણવત્તાવાળુ હોવા બાબતે કોઇપણ ખેડૂત ધ્વારા લેખિત કે મૌખિક ફરિયાદ મળેલ નથી.

નર્મદા જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતર, જંતુનાશક દવા તથા બિયારણની ગુણવત્તા બાબતે કોઇ પણ પ્રશ્ન હોય તો, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), રાજપીપલા, જિ.નર્મદા દ્વારા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here