બાયડ પો.સ્ટે.ના ડેમાઇ શહેરમાં વરલી મટકાના આંખ ફરકના જુગારની સફળ રેઇડ કરી ૩ જગારીયાઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી

બાયડ, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જીલ્લામાં વરલી મટકા તેમજ જુગાર અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી.
જે અન્વયે શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા નાઓએ જિલ્લામાં આવી ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વંચ રાખવા તેમજ બાતમીદારો રોકી જુગાર તેમજ
વરલી મટકાના કેસો શોધી કાઢવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી જરૂરી બાતમી હકીકત મેળવવા સુચન કરેલ હતું. જે આધારે આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો બાયડ પો.સ્ટે. વિસ્તારમાં વેંચા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો.કિશનભાઇ બાબુભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, બાબુભાઇ મણીભાઇ ઠાકોર,રહે.ડેમાઇ,તા.બાયડ, જિ.અરવલ્લી નાનો ડેમાઇ પુલ નીચે ઝાડી ઝાંખડાની ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો રાખી વરલી મટકાના આંક ફરકનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. તેવી બાતમી હકીકતથી આધારે પંચો સાથે સદર જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતાં, ડેમાઇ પુલ નીચે પુર્વ તરફ જતાં કેટલાક ઇસમો જમીન ઉપર બેસી કંઈક લખતા અને કેટલાક ઇસમો કંઈક લખાવવા તથા પૈસાની લેતી દેતી કરતા હોવાનું જણાઇ આવતાં રેઇડ દરમ્યાન (૧) લાલાભાઇ સોમાભાઇ ઠાકોર રહેડેમાઇ તા.બાયડ જિ અરવલ્લી (૨) સુરેશભાઇ રાંમાભાઇ ચૌહાણ રહે.મહાદેવપુરા (છો) તા.બાયડ, જિ.અરવલ્લી (૩) ભરતભાઇ ડાહ્યાભાઇ ઠાકોર રહે.ડેમાઇ તા બાયડ, જિ.અરવલ્લી એ રીતેના ત્રણ ઇસમો પકડાઇ ગયેલા. તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી વરલી મટકા આંક ફરકના જુગારના રોકડ નાણાં રૂ. ૧૦૫૦/ તથા કાર્બન કાગળ સાથેની સટ્ટાના આંક લખેલ સાહીત્ય નંગ-૪, તથા પેન નં-૧ તથા ડેટર સ્ટેમ્પ નં-૧ તથા સ્ટેમ્પ પેડ- ૧ જે તમામ જુગાર સાહિત્ય મળી કુલ કિં.રૂ.૧૦૫૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હતા. જે ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ બાયડ પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાલમાં ચાલું છે.

પકડાયેલ મુદામાલઃ-
રોકડ રૂ૧૦૫૦ તથા કાર્બન કાગળ સાથેની સટ્ટાના આંક લખેલ સાહીત્ય નંગ ૪, તથા પેન નં-૧ તથા ડેટર સ્ટેમ્પ નં-૧ તથા સ્ટેમ્પ પેડ- ૧ જે તમામ જુગાર સાહિત્ય મળી કુલ કિ.રૂ.૧૦૫૦/- નો
પડાયેલ આરોપીઓ (9) લાલાભાઇ સોમાભાઇ ઠાકોર રહે.ડેમાઇ તા.બાયડ જિ અરવલ્લી
(૨) સુરેશભાઇ રાંમાભાઇ ચૌહાણ રહે મહાદેવપુરા (છભો) તા.બાયડ, જિ.અરવલ્લી
(3) ભરતભાઇ ડાહ્યાભાઇ ઠાકીર રહે ડેમાઇ તા.બાયડ, જિ અરવલ્લી પકડવાના બાકી વોન્ટેડ આરોપી-
(9) બાબુભાઇ મણીભાઇ ઠાકોર રહે.ડેમાઇ,તા.બાયડ, જિ.અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here