નર્મદા જીલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવા સરકારી તંત્રની લાલીયાવાડી સામે હાઇકોર્ટેના દ્વાર ખખડાવાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આમુ સંગઠન દ્વારા હાઇકોર્ટે મા જાહેર હિતની પિટિશન ફાઈલ કરાઈ

ન્યાય તંત્ર મા વિશ્રવાસ હવે મળસે દરેક ગામ ને સ્વતંત્ર ગ્રામ પંચાયત -આમુ સંગઠન પ્રમુખ મહેશ વસાવા

આમૂ સંગઠન નર્મદા જીલ્લો સ્વતંત્ર ગ્રામ પંચાયત મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ના આંગણે પહોંચ્યુ હોવાની માહિતી આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા એ આપતા જણાવ્યું હતું કે અમને ન્યાય તંત્ર મા વિશ્રવાસ છે હવે સરકાર ની આદિવાસી વિસ્તારો ને વિકાસ થી દુર રાખવાની નીતિ નહી ચાલે હવે દરેક ગામ ને સવતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો મળસે.

હવે ગ્રામ પંચાયત /તાલુકા પંચાયત/જીલ્લા પંચાયત ના ઠરાવ ની કોઇ જરુર નહિ પડે એમના ઠરાવો તિજોરી મા સંગ્રહી રાખે એવુ આમુ સંગઠન પ્રમુખે જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ ગરીબ ગામડાઓ ના હિતમાં અને ન્યાય ના હિતમાં ઐતિહાસિક ચૂકાદો અને યોગ્ય ન્યાય આપશે તેવી આશાવાદ વયકત કર્યો હતો.

દરેક ગામ ને સવતંત્ર ગ્રામ પંચાયત હોવી જોઈએ એ ખુબજ જરુરી છે, કે જેનાથી ગામડા ઓની વિકાસ ઝડપી બને , નર્મદા જીલ્લા મા અનેક ગામડાઓ ની એકજ પંચાયત હોય ને આ મામલે આમુ સંગઠન દ્વારા નર્મદા જીલ્લા મા સરકાર સામે લડત ચલાવી દરેક ગામ ને સવતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવામાં આવે ની માંગ વર્ષો થી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર આ મામલે મગ નુ નામ મરી પાડવા તૈયાર નહોય આખરે હાઇકોર્ટ મા જાહેર હિતની પિટિશન આમુ સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત હાઈકોર્ટ મા દાખલ પિટિશન મા ગુજરાત રાજ્ય સરકાર ના IAS સહિત ના 12 અધિકારી ઓને પક્ષકાર બનાવામા આવ્યા છે યોગ્ય ચુકાદા થી દરેક ગામ ને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળશે અને અમારા ગામમાં અમારુ રાજ એવુ સપનું દરેક ગામ નુ પુરુ થશે નો આશાવાદ હવે આદિવાસીઓમાં જોવા મળી રહ્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here