કાલોલ નગરપાલિકા દ્વારા કોરોના અંગે જાગૃતિ માટે રેલી કાઢી પરંતુ માસ્ક વગર અને ઉધા પ્લે કાર્ડને કારણે સોસીયલ મિડીયામાં થઈ ભારે ટીકાઓ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના મહામારી માં લોકડાઉન-૪ છુટછાટ સાથે આપવામાં આવેલ છે ત્યારે કાલોલ નગરપાલિકા ના કેટલાક કોર્પોરેટરો, ભાજપ ના શહેર પ્રમુખ,માજી શહેર પ્રમુખ,યુવા મોર્ચો, મહીલા મોર્ચો દ્વારા લગભગ ૨૫ થી ૩૦ જેટલા હોદ્દેદારો કોરોના અંગે નગરજનોને ને સામાજીક સંદેશ આપવા માટે એકઠા થયેલા જ્યાં દરેક ના હાથમાં કોરોના અંગે ના પ્લે કાર્ડ જોવા મળેલ આ પ્લે કાર્ડ માં ,” સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરો” “બહાર નીકળતી વખતે માસ્ક પહેરો” અને ” વારંવાર સાબુ થઈ હાથ ધુવો” જેવા સૂત્રો લખેલ હતા આ હોદેદારો પાલિકા ના પટાંગણમાં એકઠા થયેલા અને ત્યારબાદ નગરમાં ફરતા કાલોલ પરવડી બજાર ની એક દુકાનમાં હોદેદારો પૈકીના પાલિકા પ્રમુખ ના હાથ માનું પ્લે કાર્ડ ઊંધું જોવા મળતા અને મોઢા પરનું માસ્ક પણ ઉતારેલું જોવા મળેલ તથા અન્ય એક ના હાથ માં ના પ્લે કાર્ડ માં ” બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરો ” એ સૂત્ર ના પ્લે કાર્ડ વાળા હોદેદારે ખુદ માસ્ક નીચે ઉતારેલ હોવાથી નગરજનો ના જુદા જુદા વોટ્સએપ ગ્રુપ માં ખાસી ટીકાઓ નો સામનો કરવો પડેલ જેઓ પ્રજા ને સંદેશ આપે તે પહેલા પોતે જ અમલ કરે તે આવશ્યક છે તેવું સૂત્ર જુના સમયે સેવાભાવી નેતાઓએ ચરિતાર્થ કરેલ પરંતુ આજની રેલી નગરપાલિકા થઇ ને કાલોલ નગરમાં ફરી તેમાં માત્ર દેખાડો હોય તેવું પ્રતીત થતું હોવાનું તથા રેલી માં સોસિયલ ડિસ્ટન્સ જળવાયું નથી તેમ પણ લોકોમાં ચર્ચાય છે.તેમ છતા લોકોમાં જાગૃતિ નો કાલોલ નગરપાલિકા નો ઉદ્દેશ માત્ર તેઓની નિષ્કાળજી ને કારણે લોકોમાં ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here