નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળામા વરસાદી પાણી ભેગુ થતા લોકોને હાલાકી થતાં તંત્રમા દોડધામ

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ગ્રામજનોને અવર-જવર માટે પડતી મુશ્કેલી સંદર્ભે રેલ્વેતંત્ર અને જિલ્લા પ્રશાસન ટીમની સંયુક્ત સ્થળ મુલાકાત: કામચલાઉ સુવિધા થકી મુશ્કેલી દૂર કરાઇ

રેલ્વેતંત્ર દ્વારા નવું ગરનાળું બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ : સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા અંગે ટેન્ડરમાં કરાઇ જોગવાઇ

સટેચયુ ઓફ યુનિટી ને રેલ્વે માર્ગ દ્વારા પણ જોડવામાં આવેલ છે ત્યારે જયાં રેલ્વે ના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે , ગરનાળા બનાવવા મા આવેલ છે ત્યા ચોમાસા ના પાણી ભરાતા લોકો ની અવરજવર ની સમસ્યા ઉભી થતાં અનેક ફરિયાદો ઉઠી હતી જેથી રેલ્વે સહિત નર્મદા જીલ્લા વહીવટી તંત્ર મા દોડધામ મચી હતી.

જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે મરસણ ગામની સીમમાં ડભોઇ-કેવડીયા રેલ્વે લાઇનની આસપાસ રેલ્વે લાઇનના ગરનાળાને લીધે ચોમાસાની ઋતુમાં ખેડૂતો-ગ્રામજનોને અવર-જવર માટેના રસ્તાની સમસ્યા વિષે સમસ્યાઓ બહાર આવતાં અને ફરિયાદો ઉઠતા રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સદરહું સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહની સૂચના મુજબ વડોદરા રેલ્વે વિભાગના ડી.આર.એમ.શ્રી તરફથી રેલ્વેના ચીફ એન્જિનીયરશ્રી સહિતના અધિકારીઓ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી અને તિલકવાડાના મામલતદારશ્રીની ટૂકડી દ્વારા સંયુક્ત રીતે મરસણ-વડીયાકાળા ગામના આગેવાનો-ગ્રામજનો-ખેડૂતોની હાજરીમાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી , અને પરિસ્થિતિ નુ નિરીક્ષણ કરાયુ હતું.

જેમાં રેલ્વે તંત્ર તરફથી તાત્કાલિક ધોરણે મરસણ ગામે નવું ગળનાળુ મંજૂર કરવામાં આવ્યું છે અને તેની ટેન્ડર પ્રક્રિયા રેલ્વે તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે. નવા ગળનાળાની સુવિધા જ્યાં સુધી ઉભી ન થાય ત્યાં સુધી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીનો નિકાલની કામચલાઉ વ્યવસ્થા સાથે રસ્તાની સુવિધા રેલ્વે તંત્ર તરફથી ઉભી કરવામાં આવી છે. રેલ્વે વિભાગના જે જગ્યાએ ગળનાળા છે ત્યાં રેલ્વે તંત્ર તરફથી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઇનો પણ ઉક્ત ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here