હાલોલના એડી.સેશન્સ કોર્ટ દ્વારા આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામા આરોપી નિર્દોષ જાહેર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ફરિયાદી દ્વારા પોતાની પુત્રી રિંકુ ઉર્ફે લીનાબેન ને કંજરી ગામે ગત તા ૧૫/૧૦/૨૦૨૦ થી તા ૦૭/૦૪/૨૦૨૧ દરમિયાન શૈલેષભાઈ રમણભાઈ રોહિતે અવારનવાર ટોર્ચર કરી માનસીક ત્રાસ આપી તેને મરવા મજબુર કરી અને ત્રાસ સહન ન થતા નર્મદા કેનાલમાં પડી મરણ પામેલ જે બાબતની ફરીયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી જે બાબતે ચાર્જશીટ ફાઇલ થયા બાદ કેસ પુરાવા પર આવતા આરોપીના વકીલ પી.પી સોલંકી d દ્વારા ફરીયાદી ની ઉલટ તપાસ દરમિયાન આરોપી શૈલેષ પોતાની દીકરીને મળ્યો હોય તેવું જોયેલ નથી તે હકીકત નો સ્વીકાર કરેલ વધુમાં આરોપીને તેઓ ઓળખતા નથી તેવી હકીકતનો સ્વીકાર કરેલ છે વધુમાં દીકરી ગુમ થયા ની જાણવા જોગ નોધ પણ હાલોલ રૂરલ પોલીસ મથકે સાત દિવસ બાદ કરાવી હતી. તે સિવાય કોઇ નજરે જોનાર સાહેદ નહોતા. આરોપી ને આરોપ સાથે સાંકળી શકાય તેવો કોઈ પુરાવોન હોવાથી અને ફરિયાદ પક્ષ ગુના વાળી જગ્યા નુ અને ઇન્કવેસ્ટ પંચનામુ પણ પુરવાર કરી શકેલ નથી.પંચો પણ પંચનામા ને માત્ર સહી કરવા પુરતુ સમર્થન આપેલ તમામ વિગતો એ એડવોકેટ પુનમભાઇ સોલંકી ની દલીલો ને આધારે હાલોલ ના બીજા એડિશનલ સેશન્સ જજ એલ જી ચુડાસમા દ્વારા શૈલેષભાઈ રમણભાઈ રોહિત ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here