પંચમહાલ જિલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર વેબિનાર યોજાશે

ગોધરા,(પંચમહાલ)

ગુગલ મીટના માધ્યમથી પહેલા તે વહેલાના ધોરણે ૧૦૦ ઉમેદવારો જોડાઈ શકશે

જિલ્લા રોજગાર કચેરી, ગોધરા દ્વારા આવતીકાલે ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર ઈ-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગૂગલ મીટના માધ્યમથી યોજાનાર આ સેમિનારમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦૦ ઉમેદવારો જોડાઈ શકશે. એ બાદ સેમિનારમાં ભાગ લેવા ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીનું ફેસબુક પેજ લાઈવમાં જોડાઈને સેમિનારનો લાભ ઉઠાવી શકે છે. વેબિનાર માટેની ગૂગલ મીટ લિન્ક meet.google.com/emt-tdqn-frz રહેશે. જ્યારે ફેસબુક પેજ લાઈવ માટેનું એડ્રેસ https://www.facebook.com/employment.gujarat.gov.in રહેશે. દરેક ઉમેદવારોએ Google meet App દ્વારા વેબિનારમાં જોડાયા બાદ “માઇક” બંધ રાખવાનું રહેશે. વેબિનારના અંતે કોઇને પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ બોક્સ માં જઇને ટાઇપ કરીને અથવા “માઇક” ઓન કરીને પ્રશ્ન પૂછી શકે છે. ઉમેદવારને સ્ક્રીન શેરીંગ ન કરવા રોજગાર કચેરી, ગોધરાની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here