જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા બીએલઓ, સુપરવાઈઝરોની સમીક્ષા બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

મતદારયાદી સુધારણા દરમિયાન મહત્તમ સંખ્યામાં નવા યુવા મતદારોને સમાવી લેવા અંગે માર્ગદર્શન-સૂચના અપાઈ

ફર્સ્ટ ટાઈમ વોટર્સની ઓછી નોંધણી ધરાવતા કેન્દ્રોને વિશેષ સક્રીય બનવા નિર્દેશ અપાયા

બીએલઓ ફરજ પર ગેરહાજર જણાય તો પગલા લેવા સખત સૂચના આપી

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા બીએલઓશ્રીઓ અને સુપરવાઇઝરશ્રીઓની બેઠક યોજી સુધારણા ઝુંબેશમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની નોંધણીનું ઓછું પ્રમાણ ધરાવતા કેન્દ્રો બાબત સમીક્ષા હાથ ધરી આ પ્રમાણ વધારવા માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. જિલ્લાના જે કેન્દ્રોમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સના ૧૦ થી ઓછા ફોર્મ્સ મળ્યા છે તેવા કેન્દ્રો તેમજ સુધારણા માટેના અન્ય ફોર્મ ઓછા મળ્યા છે તેવા કેન્દ્રોના બૂથ લેવલ ઓફિસરશ્રીઓ અને સુપરવાઈઝરશ્રીઓની ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે આ બેઠક જિલ્લા સમાહર્તાશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ સ્થાનિક સ્વરાજની આવી રહેલી ચૂંટણીઓને જોતા આ કામગીરી અતિ અગત્યની છે ત્યારે જિલ્લામાં લોકશાહી અને ચૂંટણીની પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવાના હેતુથી ફર્સ્ટ ટાઈમ વોટરની નોંધણી માટેના ફોર્મ ૬ વધુ સંખ્યામાં આવે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. નવી ઉમેરાતી જનસંખ્યાના પ્રમાણમાં નવા મતદારો નોંધાય તે ઇચ્છનીય હોવાનું જણાવતા ફોર્મ ઓછા મળવાના કિસ્સામાં તે માટે જવાબદાર કારણોની વિગતવાર માહિતી મેળવી ચર્ચા કરી હતી. તેમણે એકત્રિત કરાયેલા ફોર્મ સમયસર સંબંધિત અધિકારીને જમા કરાવવા તેમજ ઈઆરઓશ્રીઓને પણ મળેલા ફોર્મની ઝડપથી નોંધણી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, બીએલઓ, નાયબ મામલતદારશ્રીઓની આ અંગે કામગીરી નબળી જણાય તો તેમની તાલીમ ગોઠવવા જણાવ્યું હતું. રવિવારે ઝુંબેશ પૂર્ણ થાય ત્યાં સુધી દરેક બૂથ પર ૧૮-૧૯ વર્ષની વયના મતદારોના ઓછામાં ઓછા ૧૦ ફોર્મ આવે તે પ્રમાણે પ્રયાસ કરવા તેમણે જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી, ઈઆરઓશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, બીએલઓશ્રીઓ,

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે રવિવારે જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારો મતદારયાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે તેમજ નવા મતદારો નિયત નમૂનાનું ફોર્મ ભરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. નામ, સરનામા સહિતની વિગતો સુધારવાની કામગીરી માટે પણ ફોર્મ સ્વીકારવામા આવશે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને આ કાર્યક્રમનો લાભ ઉઠાવી જિલ્લાની મતદારયાદી બને તેટલી અપડેટેડ બનાવવા તેમજ લાયક હોય તેવા કોઈ યુવા મતદાર નોંધણી કરાવવામાંથી બાકાત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here