નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગારદા ગામમાં લોકોના ઘરોમાં પાણીના ઝરણાં ફુટતા મુસીબતમાં મુકાયા

અતિશય ભારે વરસાદને કારણે દેડિયાપાડાના ગારદામાં આદિવાસીઓ માટે તેમના કાચા માટીના મકાનોમાં રહેવું પણ જોખમી બન્યુ

ગામમાં ડુંગર અને રોડ ઉપરથી ધરોમાં આવતા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવાની તંત્ર પાસે લોકોની માંગ

પોતાના જ મકાનમાં સુવાની કે રસોઈ બનાવવાની પણ પાણીના ઝરણાં ફુટતા મુસીબત માટીની દિવાલો ધરાશયી થવાનાં ભયથી ફફડાટ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ૮-૯ દિવસ થી ધોધમાર વરસાદના કારણે લોકો કોરોના ની મહામારી નો તો સામનો કરી જ રહ્યા છે ત્યા બીજી એક આપતી નો સામનો કરવાની નોબત આવી પડી છે,ત્યારે જિલ્લામાં ચાલુ વર્ષના મોસમનાં કુલ વરસાદ ની આજદિન સુધીની પરિસ્થિતી જોઇએ તો સોથી વધુ વરસાદ દેડીયાપાડા તાલુકો મા ખાબક્યો છે, આજદીન સુધી ૧૧૨૪ મિ. મિ. વરસાદ સાથે જિલ્લામાં દેડિયાપાડા તાલુકો મોખરે રહ્યો છે.

દેડીયાપાડા ના ગારદા ગામ માં વસવાટ કરતા આદિવાસીઑ માટે એક વધુ મુશીબત આવી પડી છે. ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ના ઝરણાં ફૂટી નીકળ્યા છે.

ગારદા ગામ મા અંદાજીત ૧૫ જેટલા ઘરો પાણીના કારણે પલળી ગયા છે. જેના કારણે લોકો ને રહેવાની તેમજ પલળેલા માં રસોઈ બનાવવા મજબુર થવું પડ્યું છે. અને અમુક ઘરો માં તો ઉંઘવા માટે પણ જગ્યા બચી નથી. તેથી આવા વરસાદી માહોલ માં લોકો ક્યાં જાય તે જોવું રહ્યું. અને ઘરો પલળી જવાને કારણે ઘરની દીવાલો પણ ધરાસાઈ થવાની શકયતા રહેલી હોય ને લોકો ભય ના ઓથો હેઠળ મુકાયા છે , જેથી આવી વિપરીત પરસ્થિતિમાં લોકોને મોતના કુવા માં રહેવાનો વારો આવ્યો છે.

અમુક લોકો ના જણાવ્યા મુજબ ગારદામાં ગામ ની બાજુ માંજ ડુંગર આવેલો છે જેથી કરીને ડુંગર અને રોડ પરનું પાણી નીચાણ વાળા ઘરો માં જમીન માં પ્રસરી ને આવી જાય છે જેથી આ ગામમાં વહેલી તકે પાણી નાં નિકાલ માટે કોઈ ગટર લાઇન ની વ્યવસ્થા થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.જેથી કરીને ડુંગર તેમજ રોડ પરનું પાણી ગટર મારફતે બહાર નિકાલ કરવા માં આવે.

આ બાબત ને ગંભીરતાથી લઇને સ્થાનિક તંત્ર દ્વારા તવરિતજ ગામ ની મુલાકાત લઈ લોકો ના ધરો મા જે ઝરણાં ફૂટી રહયા છે તેનુ નિરીક્ષણ થાય અને સમસ્યા નુ ઝડપી નિરાકરણ આવે એ દિશા મા પગલાં ભરવા ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here