ગુજરાત વિધાનસભામા ખેડુતોને પાક નુકશાન પેટે 3700 કરોડ રૂપિયા વળતર ચુકવવાની જાહેરાત,નર્મદા જીલ્લાની બાદબાકી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના સમગ્ર તાલુકાના ખેડુતોનો સમાવેશ નુકશાનના પેકેજમા ન કરાતા રોષ

જીલ્લા પંચાયતના કારોબારી અધયક્ષ બહાદુર વસાવાએ ખેડુતો સાથે હળહળતો અન્યાય ગણાવી જીલ્લા વિકાસ અધિકારી ને સરકારમા ભલામણ કરવા લખ્યો પત્ર

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમા ચોમાસાની સીઝન દરમ્યાન ખેડુતોને ખેતીના પાકને નુકશાન થતા સરકાર દ્વારા રુપિયા 3700 કરોડના વળતર ચુકવવાની જાહેરાત આજરોજ કરવામાં આવી છે જેમાં નર્મદા જીલ્લાની બાદબાકી થઈ હોયને ખેડુતોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજકીય પૄતયાધાતો પણ પડવા પામ્યા છે. BTP ના આગેવાન અને નર્મદા જીલ્લા પંચાયતના કારોબારી અધયક્ષ બહાદુર વસાવાએ આ અંગે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને જીલ્લા વિકાસ અધિકારી સહિત જીલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા પંચાયતના કારોબારી અધયક્ષ બહાદુર વસાવાએ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધિત કરી લખેલા પત્રમાં જણાવ્યું છે કે સરકારે ચોમાસાની સીઝન દરમ્યાન ખેડુતોના પાકને નુકશાન થતા નુકશાન વળતર પેટે ચુકવવા માટેની જાહેરાત કરી છે, જે માટે રુપિયા 3700 કરોડની સહાય જાહેર કરેલ છે, રાજયના અનેક જીલ્લાઓના ખેડુતો માટે પેકેજ જાહેર કરેલ છે પરંતુ તેમાંથી નર્મદા જીલ્લાની બાદબાકી કરી જે જીલ્લામા મોટા ભાગે ખેડુતો વરસાદી ખેતી ઉપર નભતા હોવાથી ખેડુતોને ભારે નુકસાન ભોગવવા પડેલા છે તો નર્મદા જિલ્લાની બાદબાકી કેમ ? જોકે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારીને ભલામણ કરી છે કે તેઓ રાજય સરકારને જાણ કરે અને રાહત પેકેજમાં નર્મદા જીલ્લાના ખેડુતોનો સમાવેશ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here