સેલંબામા કાયદા- કાનૂનનું રાજ છે કે ગુંડાઓનુ…!!?

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

દુકાનો મા આગ લગાવી દુકાનો સળગાવી હવે ફરિયાદ પાછી ખેંચવા હત્યા કરવાની ની ધમકી !!!!

ફરિયાદ ને ફોન કરી સુપારી આપી હત્યા કરવાની ધમકી કોણે આપી???

શું આ મામલે નર્મદા જીલ્લા પોલીસ આરોપી ને ઝડપશે ખરી??

હત્યા ની ધમકી આપનારા લુખ્ખા તત્વો કોના ઇશારે લુખ્ખાગીરી કરી રહ્યા છે????

29 સપ્ટેમ્બર ની સવારે વી.એચ.પી અને બજરંગદળ દ્વારા સેલંબા મા રેલી કાઢવામાં આવી, જેમાં કોમી ઘર્ષણ બાદ બનેં કોમ ના ટોળાએ સામ સામે પથ્થરો ફેંક્યા હતા, આ તક નો લાભ ઉઠાવી રેલી મા શામેલ તોફાની તત્વો દ્વારા સેલંબા ના બજાર મા આવેલી મુસ્લિમો ની દુકાનો ને ટાર્ગેટ કરી ધોળા દિવસે તાળા તોડી માલ મત્તા ની લૂંટ ચલાવવા મા આવેલી, અને માલ મત્તા લૂંટી લીધા બાદ દુકાનો અને મકાનો મા આગ ચાંપી દેવાઈ.

દુકાનો અને મકાનો મા તોફાનીઓ અને લુખ્ખા તત્વો દ્વારા ચલાવવામા આવેલી લૂંટ ના CCTV ફૂટેજ પણ જાહેર થઈ ગયા હતા અને કેટલાક તોફાનીઓ ના મોઢા કેમેરા મા ચોખ્ખા દેખાઈ પણ રહ્યા હતા, છતાં સાગબારા પોલીસ દ્વારા લૂંટ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ !!!!

ત્યારે પોતાની આખી જિંદગી ની મહેનત ની કમાણી ને આગ મા રાખ થતી જોઈ ભાંગી પડેલા દુકાનદાર વસીમ સલીમ શેખ દ્વારા આખરે પોલીસ સમક્ષ પોતાની એફ.આઈ.આર દાખલ કરી ન્યાય ની માંગણી કરી હતી, અને સેલંબા ના કેટલાક ઈસમો સામે નામજોગ ફરિયાદ આપી હતી.

આ ફરિયાદ આપનાર સેલંબા ના વેપારી ને ફોન ઉપર શોપારી આપી હત્યા કરાવવાની ધમકી આપવામા આવતા વેપારી સહિત સહુમાં ભારે ભય ફેલાયો છે.

અગાઉ 2 ઓક્ટોબર ના રોજ પણ ફરિયાદી ના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા નમ્બર થી whatsapp કોલ આવેલો અને જણાવેલ કે સાગબારા પોલીસ મથક મા જે 21 માણસો સામે તેં અરજી આપેલ છે એમાંથી 21 માણસો ના નામ કઢાવી નાખજો નહિંતર જાન થી મારી નાખીશ, ત્યાર બાદ 6 ઓક્ટોબર ના રોજ જેમની દુકાનો મા તોડફોડ થઈ છે એવા દુકાનદારો સાથે સેલંબા ના બજાર મા મિટિંગ ચાલી રહી હતી ત્યાંજ 7304605721 નમ્બર ઉપર થી કોલ આવેલ અને જણાવેલ કે સાગબારા પોલીસ સ્ટેશન મા લખાવેલ નામો કઢાવી નાખજો નહિંતર તારું મર્ડર કરી નાખવાની મને સોપારી આપેલ છે તેવી જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી એ સાગબારા પોલીસ મથકે ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આથી તોફાનીઓ દ્વારા ચોરી ઉપર સીના જોરી અને જાણે ગુજરાતમાં કાયદા નું શાશનજ ના હોય એ રીતે પીડિતો ને ફોન કરી અરજી પાછી ખેંચી લેવા નહિંતર જાન થી મારી નાખવા માટે સોપારી આપી દેવાઈ ની ધમકી આપવાની પોલીસ ફરિયાદ સાગબારા પોલીસે દાખલ કરી છે.

નર્મદા જિલ્લા માં શાંતિ ને પલિતો ચપનારા તત્વો ખુલ્લેઆમ દાદાગીરી,લૂંટફાટ કરી હત્યા કરવાની ધમકી આપી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા ની ઐસી કી તૈશી કરી રહ્યા છે,તો આ આસમજીક તત્વો કોના ઇશારે કામ કરી રહ્યા છે એ નર્મદા જીલ્લા પોલીસે આવા તત્વો ને બહાર પાડી તેમની સામે પણ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here