નર્મદા જિલ્લામા આંકડા જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસનો સપાટો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પ્રતાપનગર, ભચરવાડા, સોનગામ સહિત બોરડીફળી ખાતે દરોડા પાડી 28 જુગારીઓને ઝડપી પાડયા

ઝડપાયેલા જુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 22920 નો મુદ્દામાલ જપ્ત કર્યો -જુગાર ધારા હેઠળ કાર્યવાહી

હજી હમણાંજ થોડાક દિવસ પહેલા રાજપીપળા પાસેના લાછરસ ગામ ખાતે ચાલતા જુગાર ધામ ઉપર દરોડો કરી પોલીસે જુગારીઓને ઝડપી પાડયા હતા, જુગારના આ પ્રકરણમા હપ્તો લઇને પરવાનગી અપાઈ હોવાનું લોકોના મોઢે ચર્ચાસ્પદ બનેલ હતુ, લાછરસ મુકામે દરોડો પડયાના ગણતરીના કલાકોમા જ એક પોલીસ અધિકારીની બદલી પણ થઇ હતી જેથી ચર્ચાઓની દોર લોકોના મોઢે વધુ ચર્ચાસ્પદ બનેલ.

ત્યારે સંપૂર્ણપણે ગેરકાયદેસરની પ્રવુતતીઓને નેસ્ત નાબુદ કરવાની સુચના વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા મળેલ હોય નર્મદા LCB , ગરુડેશ્વર પોલીસ, આમલેથા પોલીસ સહિત સાગબારા પોલીસે એકજ દિવસમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને આંકડા જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 28 અસામાજિક તત્ત્વોને ઝડપી પાડયા હતા.

નર્મદા LCB પોલીસને બાતમી મળતા રાજપીપળા પાસેના ભચરવાડા ગામ ખાતે રેડ કરી 10 જુગારીઓને ઝડપી પાડયા હતા તેમના પાસેથી રુપિયા 11050 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગરુડેશ્વર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ વસાવાને બાતમી મળતા તેઓએ સ્ટાફ સાથે સોનગામ ખાતે જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડયા હતા અને 4150 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાગબારા પોલીસે આંકડા લખતા બે આરોપીઓને બોરડીફળી ખાતે દરોડામો પાડી ઝડપી પાડયા હતા તેમના પાસે થી રુપિયા 1750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતોઅને આ સાથે આમલેથા પોલીસે પણ પ્રતાપનગર ખાતે જુગાર રમાતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી ને 5 જુગારીઓ ને ઝડપી પાડયા હતા અને 5970 રુપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .પોલીસની ઉપરા છાપરી રેડથી અસામાજિક તત્વોમા ભારે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here