કાલોલ નગરપાલિકાના નવા પ્રમુખની સોમવારે યોજાનારી ચૂંટણીમાં સસ્પેન્સ યથાવત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકાના મહિલા પ્રમુખની ચૂંટણીના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મહિલા પ્રમુખ તરીકે કોણ બિરાજમાન થશે તે અંગેનું સસ્પેન્સ હજુ પણ ખુંલવા પામેલ નથી. પ્રમુખ તરીકે સામાન્ય વર્ગની મહિલા રોસ્ટર આવ્યુ છે ત્યારે સામાન્ય સીટને બદલે અન્ય ઉમેદવારને અપાય છે કે પછી સામાન્ય સીટ પરથી લડેલ ત્રણ ચાર દાવેદારો પૈકી કોઈ એક ઉમેદવારને મેન્ડેટ અપાય છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની ચૂંટણી કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ૧૨ કલાકે યોજાવાની છે ત્યારે પાર્ટી જેને મેંડેટ આપે તેની સાથે તમામ કોર્પોરેટર હોવાનુ હાલની પરિસ્થિતિમાં જણાઈ રહ્યું છે. ત્યારે બગાવતી સુરોને ડામ્યા બાદ મુખ્ય દાવેદારોનો આત્મવિશ્વાસ ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્યારે આવતી કાલે જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારના બંધ કવરમાં કોનું કિસ્મત ખુલે છે તે અંગેનું રહસ્ય હજુ અકબંધ રહ્યું છે જેના પર સમગ્ર કાલોલની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here