નર્મદા જિલ્લામાં કોરોના કહેર સોમવારે ૨૩ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા જે પૈકી ૧૨ નાંદોદ તાલુકામાં

રાજપીપળા નગરમાં 9 કોરોના પોઝિટિવ કેસો નોધાયા જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 1464

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જીલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ દર્દીઑની સંખ્યા માં અચાનક વધારો નોંધાયો હતો. આજે કુલ 23 પોઝિટિવ કેસો નોધાયા હતા.

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજપીપળા નગરમાંથી 9 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં દોલત બજાર 5 જલારામ સોસા. 1 પાયગા પો.લાઈન 1 હાઉસિંગ બોર્ડ 1 રાજપીપળા 1 નો સમાવેશ થાય છે. નાંદોદ તાલુકામાં વડીયા ખાતેથી 2 અને નવાગામ ખાતેથી એક ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ખાતેથી 7 ગરુડેશ્વર ખાતેથી 1 તિલકવાળા ખાતેથી 3 મળી નર્મદા જિલ્લામાં 23 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં 16 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 40 દર્દી દાખલ છે. આજરોજ 9 દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1386 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1464 એ પહોચ્યો છે. આજે વધુ 1209 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here