રાજપીપળા પાસેના પલસી ગામે આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધોને મીઠાઈ વહેંચી દીવાળીના તહેવાર ઉજવ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે ના પલસી ગામના વયો વૃદ્ધ આદિવાસી વડીલોને દિવાળી ના તહેવાર નિમિતે આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ વિતરણ નો એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગામના વયો વૃદ્ધ મહિલા અને પુરુષોને મિઠાઈના પેકેટ આપવામાં આવ્યાં હતાં દીવાળી ના તહેવાર ટાણે આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા મિઠાઈ ઓનું વિતરણ કરવામાં આવતા વૃદ્ધો મા ખુશી ફેલાયેલ જોવા મળી હતી.

દીવાળીના ઝગમગતા તહેવારો માં આદિવાસી જન સેવા ટ્રસ્ટે એક નવતર અભિગમ દાખવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિનો ભેખ દાખવ્યો હતો આ તેમના નવતર પ્રયાસોને સૌ વૃદ્ધો એ આભાર માન્યો હતો અને આદિવાસી જન સેવા ટ્રસ્ટ એક સેવાકીય કાર્યની પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે જે આદિવાસી વિસ્તારોમાં અવારનવાર સેવાકીય કાર્ય માં હર હંમેશ અગ્રેસર રહે છે આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારમાં વૃદ્ધોને મિઠાઈ આપીને દિવાળીના તહેવારની ઉમગોભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ગોપાલભાઈ હિમતભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here