નર્મદા જિલ્લામાં રેન્ડમાઈઝેશન બાદ નાંદોદ અને દેડિયાપાડા માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મત વિભાગમાં કુલ ૬૧૬ મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન

કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા બેલેટ યુનિટ 125 ટકા કંટ્રોલ યુનિટ અને 135 ટકા વી વી પેટ યુનિટ ની ફાળવણી !!!!

ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાના બે વિધાનસભા વિભાગો દેડિયાપાડા અને નાંદોદ માટે આગામી તા. ૭ મેના રોજ યોજનારી ચૂંટણી પૂર્વે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ સોમવારે કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. માન્યતા પ્રાપ્ત રાજકીય રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા આ પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી અને હવે બન્ને પ્રાંતમાં ઇવીએમની ફાળવણી શરૂ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તબક્કાવાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં આજે ચૂંટણી કામે ઉપયોગમાં લેવાનાર ઈ.વી.એમ( ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. રેન્ડમાઇઝડ EVM તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. બન્ને વિધાનસભા બેઠકોના ૬૧૬ બુથો માટે ફાળવણી કરવામાં આવી હતી. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે.

ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઈઝેશન કરવામાં આવશે.

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું હતું રેન્ડમાઈઝડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. જિલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન એફએલસી ચેકિંગ થયેલા છે. રેન્ડમાઈઝડ ઈવીએમ જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને હવે પછી સોપવામાં આવશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક હેઠળની બે વિધાનસભા બેઠકોમાં ૬૧૬ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા છે.

ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચ દ્વારા નિયત ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. ૬૧૬ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે, તે નિર્ધારિત કરાશે.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ચેતન ઉંધાડ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, તાલીમી આઇએએસ અધિકારી સુશ્રી પ્રતિભા દહિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક દોંગા, પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here