સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા રેલ્વે સ્ટેશનમાં ખાનપાન, સિકયોરિટી, હાઉસકિપિંગ જેવી સેવાઓ સ્થાનિકોને ફાળવો: સાંસદ મનસુખ વસાવા

રેલ્વે મંત્રી પિયુષ ગોયલ ને પત્ર લખી કેવડિયા કોલોનીમાં શરુ થનાર રેલવે સ્ટેશનની વિવિધ સેવાઓમાં સ્થાનિક બેરોજગારોને લાભ આપવા સાંસદની રજુઆત

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

સટેચયુ ઓફ યુનિટિના નિર્માણ સાથે જ સ્થાનિકોને અસરગ્રસ્તોને રોજગારી આપવા માટેની માંગ પ્રબળ બનતી રહી છે, સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે ધણા સ્થાનિકોને રોજગારીના અવસરો પણ પ્રદાન થયા છે ત્યારે સ્ટેચયુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની ખાતે બની રહેલા રેલ્વે સ્ટેશનમાં પણ વિવિધ જગ્યાએ સ્થાનિકોને રોજગારી આપવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા એ રેલ્વે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી પોતાની રજુઆત કરી છે.

કેવડિયા કોલોની ખાતે શરુ થનાર રેલ્વે સ્ટેશનની વિવિધ રેલ સેવાઓમાં સ્થાનિક બેરોજગારો રોજગારી ફાળવવા સાંસદ મનસુખ વસાવાએ રેલમંત્રી સમક્ષ રજુઆત કરી છે. સાંસદ મનસુખભાઈ વસાવા એ લખેલા પત્રમાં માંગણી કરવામાં આવી છે કે કેવડિયા કોલોનીમાં વિશ્વની સહુથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે સરદાર પટેલની પ્રતિમા અને અન્ય પ્રોજેક્ટને કારણે આ વિસ્તાર ટુરિસ્ટ હબ બની રહ્યું છે અને વિશ્વભરના પ્રવાસીઓ અત્રે પ્રવાસે આવનાર હોય કેન્દ્ર સરકાર અહીં રેલસેવા શરુ કરનાર છે ત્યારે રેલ્વે સ્ટેશન પણ અદ્યતન બની રહ્યું છે. તેવા સંજોગોમાં સ્ટેશન પર ખાનપાનના સ્ટોલ, હાઉસ કિપીંગ, સિક્યુરિટી સેવા વગેરે સ્થાનિક બેરોજગારોને ફાળવવા માંગણી કરવામાં આવી છે આમ સાંસદ મનસુખભાઈ વસાવા એ ફરી એકવાર સ્થાનિક બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ બાબતે રેલ્વે મંત્રી હવે કઇ દિશામાં નિર્ણય લે છે તેના પર સહુની મીટ મંડાઇ છે, રેલ્વેના નીતિનિયમો અનુસાર સમગ્ર પ્રક્રિયા ટેનડરીંગથી થતી હોય છે, ત્યારે શુ રેલવે સ્ટેશન ઉપર સ્થાનિકો રોજગારી મેળવવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here