નર્મદા જિલ્લાના દેડિયાપાડાના કંજાલ રોડ પર આવેલ તુકનેર નદીના તેજ પ્રવાહમા યુવાન તણાયો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેડિયાપાડાનો 18 વર્ષીય યુવાન પોતાના મિત્ર સાથે નદીએ ન્હાવા ગયો પરંતુ કાળનો કોળીયો બની જતા મિત્ર સહિત પરિજનો શોકમા ગરકાવ

દેડિયાપાડા પોલીસ સહિત રેસ્ક્યુ ટીમની 48 કલાકથી શોધખોળ પણ પાણીમા તણાયેલા યુવાનનો કોઇ પતો લાગ્યો નથી બનાવ સમયે હાજર પોલીસ જવાને એક યુવાનને વાંસના સહારે બચાવ્યો

નર્મદા જીલ્લામા છેલ્લા આઠેક દિવસથી મુશળાધાર વરસાદ વરસ્યો છે, જીલ્લાની તમામ નદીઓમા પાણીનો પ્રવાહ તેજ બન્યા છે ત્યારે દેડિયાપાડાનો એક યુવાન કંજાલ ગામ તરફના માર્ગ ઉપર આવેલ નદીમા ન્હાવા જતા નદીના તેજ પ્રવાહમા તણાયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જયારે સ્થળ પર હાજર એક પોલીસ જવાને એક યુવાનને કે જે ભંવરમા ફસાયો તેને બચાવ્યો હતો.

સમગ્ર બનાવની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી કંજાલ જવાના મુખ્ય માર્ગ ઉપર ૧૮ કિં.મી નાં અંતરે તૂકનેર નદી આવેલી છે. જેમાં ન્હાવા માટે વસાવા મુકેશ ભાઈ ચીમન ભાઈ ઉ.વ. 18 ,રહે બંગલા ફળિયા ,ડેડિયાપાડા ,જી નર્મદા તા . ૨૧/૦૮/૨૦ ના રોજ સાંજે ૫ કલાકે પોતાના મિત્ર વસાવા રવિન્દ્ર ભાઈ શંકર ભાઈ વસાવા ,રહે .નીવલ્ડા ,ડેડિયાપાડા સાથે તૂકનેર નદીમાં ન્હાવા માટે ગયેલ જયા અન્ય યુવાનો પણ નદીમા નાહી રહયા હતા. ન્હાવા માટે મુકેશ ચીમનભાઈ વસાવાએ નદીમાં કૂદકો મારતા પાણીનો પ્રવાહ વધારે હોઈ જેથી પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. પોતાના મિત્રને નદીના તેજ પ્રવાહમા તણાતા જોઇને સાથેનો મિત્ર અવાચક થઇ ગયો હતો. બુમરાણ કરી હતી પરંતુ અન્ય લોકો આવે એ પહેલાં જ મુકેશ નદીના તેજ પ્રવાહમા તણાઇને ડુબી ગયો હતો. આ વખતે હાજર દેડિયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક જમાદારે અન્ય એક યુવાન કે જે ન્હાવા પડેલ અને નદીના ગોળ ભંવરમા ફસાયો હતો તેને વાંસનો સહારો આપી પાણીના તેજ પ્રવાહમા તણાતા બચાવાયો હતો.

યુવાનના નદી ના તેજ પ્રવાહ મા તણાઇ જવાની જાણકારી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.આર.ડામોર ને થતાં એમની ટીમ તથા રેસ્ક્યું ટીમ સાથે મળી બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનની શોધખોળ આરંભી હતી.

શોધખોળના અંતે પણ યુવાનનો કોઇજ પતો ન લાગતા 48 કલાક ઉપર થયા આ લખાઇ રહયું છે ત્યારે હજી પણ પાણીમાં ડુબેલા યુવાનનો કોઇજ પતો ન લાગતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમા જાણવા જોગ ફરિયાદ રજીસ્ટર કરી, વધુ તપાસ હાથ ધરી છે. હાલ યુવાનના પરિવારજનો સહિત તેનો મિત્ર ધેરા શોકમા ગરકાવ થયા છે. પોલીસે આ મામલે આગળ ની તપાસ હાથ ધરી છે.તરવૈયા ઓની ટુકડીઓ ને પણ કામે લગાડી હોવાની માહિતી દેડિયાપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી ડામોરે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here