આઇસીડીએસ વિભાગ, પંચમહાલ દ્વારા ૨૫મી ઓગસ્ટના રોજ યોગ અને વેસ્ટમાંથી બેસ્ટ અંગે કાર્યક્રમનું પ્રસારણ

ગોધરા,(પંચમહાલ)

વંદે ગુજરાત ચેનલ-૧ પર બપોરે ૨ થી 3 નિહાળી શકાશે

મહિલા અને બાલ વિકાસ વિભાગ, પંચમહાલના દ્વારા યોગ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા અંગે ઉંબરે આંગણવાડીનો એક કાર્યક્રમ તા. ૨૫/૦૮/૨૦૨૦, મંગળવારના રોજ પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ નિયત તારીખે બપોરે ૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમિયાન ટી. વી.ના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પર અને મોબાઈલના માધ્યમથી જીઓ ટીવી એપ મારફતે વન્દે ગુજરાત ચેનલ-૧ પર તેમ જ વિભાગના ફેસબુક પેજ WCD GUJARAT પર નિહાળી શકશે. જે દર્શકમિત્રો આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ન લઈ શક્ય હોય તેઓ WCD GUJARATની યુટ્યુબ ચેનલ પરથી કાર્યક્રમ નિહાળી શકશે, જેની નોંધ લઈ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here